Ahmedabad News/ અમદાવાદમાં વેપારીઓને રાહત, સીલ કરાયેલી દુકાનો ખુલશે પણ ફટાકડા વેચશો તો થશે કડક કાર્યવાહી

AMC Seasonal Shops Decision: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) રામોલ આગકાંડ બાદ સીલ કરાયેલી સિઝનલ દુકાનોને શરતી ધોરણે ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. જોકે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે..વધુ વાંચો

Top Stories Gujarat
AMC Seasonal Shops Decision રાખડી વેચી શકશો, ફટાકડા નહીં

Ahmedabad News: અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી આગ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ગેરકાયદેસર અને નિયમોનો ભંગ (AMC Seasonal Shops Decision) કરતી અનેક સિઝનલ દુકાનો અને એકમો સામે કાર્યવાહી કરીને તેમને સીલ કર્યા હતા. આ કાર્યવાહી બાદ શહેરમાં ફટાકડાના વેચાણ અને સંગ્રહ અંગે કડક ચેકિંગ હાથ ધરાયું હતું.

AMC Seasonal Shops Decision: સીલ કરાયેલી દુકાનોને શરતી ધોરણે મંજૂરી

તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને AMCએ હવે સીલ કરાયેલી સિઝનલ દુકાનોને શરતી ધોરણે ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. જોકે, વેપારીઓ હાલ માત્ર રાખડી અને અન્ય સિઝનલ વસ્તુઓનું જ વેચાણ કરી શકશે. ફટાકડાનું વેચાણ કરવાની કોઈ મંજૂરી આપવામાં આવી નથી.

AMC Seasonal Shops Decision રાખડી વેચી શકશો, ફટાકડા નહીં

ફટાકડા વેચવા ત્રણ મંજૂરી ફરજિયાત

તંત્રે સ્પષ્ટ કર્યું છે કે ફટાકડાના વેચાણ માટે જરૂરી તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. ફટાકડા વેચવા માટે સંબંધિત ત્રણ પ્રકારની મંજૂરી લેવી પડશે અને નવી ફાયર એનઓસી (Fire Permission) મેળવવી પણ ફરજિયાત રહેશે.

વેપારીઓએ આપવી પડશે બાંયધરી

દુકાન ફરી શરૂ કરતા પહેલા વેપારીઓએ AMC સમક્ષ બાંયધરી બોન્ડ રજૂ કરવાનો રહેશે. જેમાં તેઓ ફટાકડાનું વેચાણ નહીં કરે અને કોર્પોરેશનના તમામ નિયમોનું પાલન કરશે તેવી લેખિત ખાતરી આપવી પડશે. નિયમોના ભંગ બદલ ફરી કડક કાર્યવાહી કરવામાં આવશે.

રક્ષાબંધન બાદ ફરી શરૂ થશે તપાસ

AMCએ જણાવ્યું છે કે રક્ષાબંધન બાદ ફરી એકવાર શહેરભરમાં સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવશે. જો કોઈ વેપારી નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ કરતો ઝડપાશે તો તેની સામે દંડનીય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરક્ષા સાથે વેપાર પર ભાર

તંત્રનું કહેવું છે કે તહેવારો દરમિયાન વેપારીઓને રાહત આપવાની સાથે નાગરિકોની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેથી તમામ વેપારીઓને નિયમોનું પાલન કરીને જ વ્યવસાય કરવાની અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં નકલી કોસ્મેટિક્સ ફેક્ટરીનો ભાંડો ફૂટ્યો! હજારો ડુપ્લિકેટ સાબુ-ફેસવોશ જપ્ત

આ પણ વાંચો: શિક્ષકો માટે ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ, હવે શિક્ષકોના પ્રશ્નોનો ઓનલાઈન ઉકેલ

આ પણ વાંચો: જામનગરમાં મકાનનો સ્લેબ ધસી પડતાં પરિવારના 3 સભ્યો ઈજાગ્રસ્ત, ફાયર ટીમે કાટમાળમાંથી બહાર કાઢ્યા