સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનના સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટી20 મેચની શરૂઆત થઈ ચુકી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. આ મેચ પણ વરસાદના વાદળો ઘેરાયા હતા, પરંતુ હવે બનેં ટીમો વચ્ચેનો મહામુકાબલો ચાલુ છે. આપને જણાવી દઇએ કે આ મેચની સાથે જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની આ 100મી ટી20 મેચ છે. આ સાથે જ રોહિત 100 ટી20 રમનારો ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટી20 મેચ દિલ્હીમાં યોજાઈ હતી. આ મેચ દરમિયાન દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખુબ જ ખરાબ થઈ ગયું હતું અને વિઝિબિલીટી પણ ઘટી ગઈ હતી. ખેલાડીઓને પ્રેક્ટિસ દરમિયાન મુશ્કેલી પડી હતી, પરંતુ ત્યાર પછી કોઈ પણ અડચણ વગર મેચ રમાઈ હતી. બન્ને ટીમ વચ્ચે ત્રીજી મેચ 10 નવેમ્બરે નાગપુરમાં રમાશે. અત્યારે બાંગ્લાદેશ સીરીઝમાં 1-0થી આગળ છે. પહેલી મેચ દિલ્હીમાં રમાઇ હતી જેમાં ભારતનો પરાજય થયો હતો
આપને એ પણ જમાણી દઇએ કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રેલ બોર્ડનાં ચીફ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પણ આ મેચ માણવા રાજકોટમાં છે. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ તેમજ જોઈન્ટ સેક્રેટરી જયેશ જયોર્જ, ટ્રેઝરર અરૂણસિંઘ ઘુમલ પણ રાજકોટમાં ભારત-બાંગ્લાદેશ આવી પહોંચ્યા હતા. તમામ બીસીસીઆઈના આગેવાનો મેચ નિહાળી રહ્યા છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની બીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ટોસ હાર્યા બાદ બાંગ્લાદેશની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ 153 રન બનાવ્યા હતા. મોસદ્દેક હુસેન (7રન) અને અમીનલ્હા (5રન) ક્રીઝ પર છે.
લિટન દાસ અને મોહમ્મદ નૈમની જોડીએ બાંગ્લાદેશે શાનદાર શરૂઆત આપી. આ બંને બેટ્સમેનોએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 60 રન જોડ્યા હતા. લિટન દાસે છઠ્ઠી અને સાતમી ઓવરમાં બે વાર જીવંતદાન મેળવ્યું, પરંતુ આઠમી ઓવરમાં રૂષભ પંતના હાથે રન આઉટ થયો હતો. લિટન દાસ 29 રન બનાવ્યા હતા.
સેટ બેટ્સમેન મોહમ્મદ નૈમ શ્રેયસ અય્યરને કેચ આપીને ભારતને બીજી સફળતા અપાવી હતી. મોહમ્મદ નૈમ 36 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, યુઝવેન્દ્ર ચહલે છેલ્લી મેચના હીરો મુશફિકુર રહીમને સસ્તામાં આઉટ કર્યો. મુશફિકુર રહીમ 4 રન બનાવીને આઉટ થયો હતો. 13 મી ઓવરમાં સૌમ્યા સરકાર રૂષભ પંતના હાથમાં યુઝવેન્દ્ર ચહલના બોલ પર સ્ટમ્પ થયો અને બાંગ્લાદેશને ચોથો ફટકો આપ્યો. સૌમ્ય સરકાર 30 રને આઉટ થયો હતો. ખલીલ અહેમદે એફિફ હુસેનને આઉટ કરીને બાંગ્લાદેશને પાંચમો ઝટકો આપ્યો હતો. આફિફ હુસેન 6 રન બનાવીને આઉટ થયો હતો. મહમુદુલ્લાહ 30 રન પર ચહેલની બોલિંગમાં રોહિતનાં હાથમાં જીલાઇ જતા તેની પારીનો આંત આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
