Not Set/ ગુજરાતમાં મેઘરાજાની વિરામ બાદ ધમાકેદાર એન્ટ્રી

રાજકોટ જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે. રાજકોટ શહેર અને ધોરાજી પંથકમાં આજે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો. ધોધમાર વરસાદને પગલે માર્ગો પર જાણે મીની નદીઓ વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વરસાદી વાતાવરણને પગલે લોકોમાં ઉત્સાહ જોવા મળતો હતો. લાંબા સમયના વિરામ બાદ […]

Uncategorized

રાજકોટ જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે. રાજકોટ શહેર અને ધોરાજી પંથકમાં આજે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો. ધોધમાર વરસાદને પગલે માર્ગો પર જાણે મીની નદીઓ વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વરસાદી વાતાવરણને પગલે લોકોમાં ઉત્સાહ જોવા મળતો હતો. લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. વિરામ બાદ વરસાદને પગલે ખેડૂતોના મુરઝાતા પાકને જીવતદાન મળશે. જગતનો તાત ખુશ છે ત્યારે નાના ભૂલકાઓ પણ મેઘરાજાની શાહી સવારીને આવકારતા હોય તેમ છબછબીયા કરીને વધામણાં કરી રહ્યા હતા.પાંચ દિવસના વિરામ બાદ ફરી એકવાર બોટાદમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે…અને બોટાદના ગઢડા, ઢસા સહિતના વિસ્તારોમાં વરસાદિ ઝાપટાં પડ્યા છે…જો કે આ વખતે ચોમાસાની શરૂઆત સારી રહેતા ખોડુતોમાં ખુશી જોવા મળી રહ છે.તેમજ બોટાદના ખેડુતોએ આ વખતે વરસાદ સારો રહેતા પાક પણ સારો રહેવાની વાત કરી છે….જો કે પાંચ દિવસના બ્રેક પછી પડેલા વરસદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી જેથી લોકોએ રાહત અનુભવિ હતી…