તાપસી પન્નુએ 65 મા ફિલ્મફેરમાં બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટીક્સ) નો એવોર્ડ જીત્યો છે. ફિલ્મ ‘સાંડ કી આંખ’ માટે આ એવોર્ડ તેણે તેના નામે કર્યો છે. તાપસીની આ જીતથી ખુશ, દિગ્દર્શક તનુજ ગર્ગે તેમને અભિનંદન આપ્યા અને તેને મહિલા આયુષ્માન ખુરાના કહ્યું છે. આ પછી અભિનેત્રીએ ગર્ગને ટ્વિટ કરીને તાપસી કહેવાની સલાહ આપી હતી.
ફિલ્મ ‘સાંડ કી આંખ’ માટે બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટીક્સ) નો એવોર્ડ જીતવા બદલ ખુશ, તનુજે ટ્વીટ કર્યું છે કે, આપણી બોલીવુડની મહિલા આયુષ્માન ખુરના પાવરહાઉસ તાપસીને અભિનંદન. દિગ્દર્શકના આ ટ્વીટ પર અભિનેત્રીએ જવાબ આપ્યો કે, બોલીવુડની પહેલી તાપસી પન્નુને બોલાવવા વિશે શું કેવું છે તમારું.? તાપસીના જવાબથી જ સોશિયલ મીડિયા યુઝર સતત વખાણ કરી રહ્યા છે.
Congrats to the powerhouse @taapsee, humaare #Bollywood ki female Ayushmann Khurrana. #SaandKiAankh #bestactress pic.twitter.com/MWrAQZzPGO
— TANNUJJ GARG (@tanuj_garg) February 16, 2020
ગલી બોય બની બેસ્ટ ફિલ્મ
આસામના ગુવાહાટીમાં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડ્સમાં ફિલ્મ ‘ગલી બોય’ એ મોટી સફળતા મેળવી છે. આ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા (મેલ-ફીમેલ), શ્રેષ્ઠ દિગ્દર્શક જેવા મોટા પુરસ્કારો જીત્યા હતા. આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસ અને રણવીર સિંહને બેસ્ટ એક્ટર તરીકે પસ્નાદ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
