Lifestyle: ઘણા લોકો જેવા ગરમ થયેલી કારમાં બેસે કે તરત જ ગરમીથી રાહત મેળવવા માટે એસી ઑન કરી દે છે! પણ આમ કરવું બિલકુલ પણ યોગ્ય નથી. અહિં અમે તમને એવા 5 નુસખા (Car Cooling Tips) દર્શાવવા જઇ રહ્યાં છીએ જેથી તમે ગરમ થયેલી કારને થોડી જ વારમાં ઠંડી કરી શકશો!
ઉનાળામાં કાર ભઠ્ઠી જેવી તપે છે?
ઉનાળાની ગરમી ( Summer Season)માં જ્યારે પણ તડકામાં તમારી કાર પડી રહે ત્યારે એનું તાપમાન ઝડપભેર વધી જાય છે અને સૂરજના તીખા કિરણો (Hot Sunrays) ગાડીના કાચમાંથી અંદર પ્રવેશીને સીટ, ડૅશબોર્ડ (Car Seat, Car Dashboard) અને અન્ય સપાટીને ગરમ કરી મૂકે છે! પરંતુ આ ગરમી સરળતાથી બહાર નીકળી શકતી નથી અને બંધ કારની અંદરની તરફ હવાનો સંચાર સુદ્ધાં ન થવાથી તાપમાન બહારની સરખામણીએ અનેકગણું વધી જાય છે! આ સંજોગોમાં એમાં બેસવાનું ઘણીવાર અકળામણ ઉત્પન્ન કરનારું અને કોઇક વાર તો સ્વાસ્થ્ય માટે જોખમી (Risky for Health) પણ બની શકે છે.

આટલું અવશ્ય ધ્યાન રાખવું
કારના ફ્રન્ટ વિન્ડશિલ્ડ પર સનશેડ લગાવવાથી સીધો જ તીખો તાપ અંદર પ્રવેશી શકતો નથી જેથી ડેશબોર્ડ અને સીટ્સ વધારે ગરમ થતી નથી અને કારનું તાપમાન ઘણા અંશે ઓછું રહે છે. જો સંભવ હોય તો હંમેશાં કારને ઝાડ, બિલ્ડિંગ કે કોઇ શેડ (Tree, Building or Shed) નીચે જ પાર્ક કરવી ઉચિત રહેશે. જેથી તડકાની સીધી અસર ઓછી પડે છે અને કારની અંદરનું તાપમાન (Temperature) નિયંત્રિત રહે છે.
ગરમ કારને ઠંડી કરવાની 5 ટિપ્સ (Car Cooling Tips in Summer)
ઘણા લોકો જેવા ગરમ થયેલી કારમાં બેસે કે તરત જ ગરમીથી રાહત મેળવવા માટે એસી ઑન કરી દે છે! પણ આમ કરવું બિલકુલ પણ યોગ્ય નથી કારણ કે, ગરમીને બહાર નીકળવામાં વાર લાગે છે અને ઠંડક થતા પણ! તો પછી કરવું શું? અહિં અમે તમને એવા 5 નુસખા દર્શાવવા જઇ રહ્યાં છીએ જેથી તમે ગરમ થયેલી ગાડીને થોડી જ વારમાં ઠંડી કરી શકશો!

1. દરવાજા ખોલવા
કારમાં બેસતા પહેલા તમામ દરવાજા (Car Doors)ને લગભગ 30 થી 60 સેકન્ડ સુધી આખા ખોલી દેવા, જેથી અંદર ભરાયેલી ગરમ હવા ઝડપથી બહાર નીકળી શકે. આમ કરવાથી કારની કેબિન તરત જ થોડી ઠંડી લાગવા લાગે છે અને એસી પર લોડ પડતો નથી!
2. બારીઓ ખોલી દેવી
કારને જેવી સ્ટાર્ટ કરો કે તરત જ શરુઆતની 2 થી 3 મિનિટ સુધી કારની તમામ વિન્ડો (Car Windows)ના કાચ નીચા સરકાવી દેવા જેથી તાજી હવા અંદર પ્રવેશે અને કેબિનમાં ભરાયેલી ગરમ હવા સરળતાપૂર્વક બહાર નીકળી જાય! આમ કરવાથી અંદર-બહારના તાપમાનમાં સંતુલન સધાય છે અને પછી એસી ચાલુ કરીએ તો એ વધારે પ્રભાવી અસર કરે છે.

3. ક્યારે એસી ઑન કરવું
જ્યારે કારની અંદરની ગરમ હવા બહાર નીકળી જાય ત્યાર બાદ જ એસી (AC) ચાલુ કરવું. આમ કરવાથી એસી ચાલુ કરતા પહેલા અંદરની તરફ હવા ઠંડી થવાથી એને કૂલ કરવા માટે એસીને વધારે લોડ લેવો પડતો નથી અને ઝડપથી કારમાં કૂલિંગ ફેલાય છે અને કારમાં બેસનારાને રાહત મળે છે.
4. કાર બંધ કરતા પહેલા એની બારીઓને સ્હેજ ખુલ્લી રાખવી
જો તમને છાંયડો ન મળે અને તડકામાં ગાડીને પાર્ક કરવી પડે એમ હોય તો ગરમીથી કારને બચાવવા માટે બારીઓને સહેજ ખુલ્લી રાખવી. આમ કરવાથી બહારની હવા કારની અંદર અવર-જવર કરી શકે છે અને કાર વધારે ગરમ નથી થતી! જો કે, જ્યારે તમારી કાર કોઇ સુરક્ષિત સ્થાન પર પાર્ક કરેલી હો ત્યારે જ આ ટ્રિક અજમાવવી જોઇએ.
5. એર ફ્લશ ટ્રિક અજમાવવી
કારનો એક દરવાજો ખુલ્લો રાખવા અને બીજા દરવાજાને 2 થી 3 વાર ધીમે-ધીમે બંધ કરવો અને ખોલવો. આમ કરવાથી અંદરની ગરમ હવા ઝડપથી બહાર નીકળે છે અને આ રીતે એર ફ્લશ ટેકનિક (Air Flush Technique)થી બહારની તાજી હવા અંદર આવવા લાગે છે, જેથી કારની કેબિન ઝડપથી ઠંડી થઇ શકે છે.
આ પણ વાંચો: તીવ્ર તાપથી હાથમાં ટેનિંગ થઇ ગયું છે? આ 5 ઘરગથ્થુ નુસખાથી દૂર થશે…એકવાર અજમાવી જુઓ…
આ પણ વાંચો: પાકી કેરી ખાટી છે કે મીઠી…સમાર્યા વિના કેમ કરી જાણશો? આ ટ્રિક્સ અજમાવો અને રસપાન કરો..!
આ પણ વાંચો: ચોખા, ઘઉં વગેરેમાં ક્યારેય જીવાત નહિં પડે! બસ…અપનાવો આ ટિપ્સ…આખું વર્ષ વાપરી શકશો!
