Lifestyle/ ગરમીમાં બટાટા બગડી જાય છે? એમાં અંકુર ફૂટે છે? નુકસાન થતા અટકાવો…અપનાવો આ ટિપ્સ…

તાપમાન વધતા જ ખાવા-પીવાની વસ્તુઓનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. ઉનાળાની ગરમીમાં બટાટાને પણ સ્ટોર કરવાની આ ટિપ્સ (Potato Storage Tips) તમને…

Trending Tips & Tricks Food Lifestyle
Potato Storage Tips, ઉનાળા, ગરમી, તાપમાન, ફ્રિઝ

Lifestyle: ઉનાળાની ગરમીમાં શાકભાજી ઝડપથી ખરાબ થઇ જાય છે અને સૂકાવા પણ લાગે છે. બટાટાને પણ ઉચિત રીતે સ્ટોર કરવા (Potato Storage Tips) અત્યંત આવશ્યક છે જેથી એ લાંબો સમય ફ્રેશ રહે! વાસ્તવમાં આ ગરમીની સિઝનમાં બટાટા અંકુરિત થાય છે અને એમાંથી નાના મૂળ પણ નીકળવાની સંભાવના હોય છે.

તાપમાન વધતા જ ખાવા-પીવાની વસ્તુઓનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. બેદરકારીથી ખાદ્ય પદાર્થો, શાકભાજી અને ફળ ઝડપથી ખરાબ થવા લાગે છે. ગરમી વધતા બટાટા ઉગવા પણ લાગે છે અને એ ઘણી વાર સડવા પણ લાગે છે! જો મોટા પ્રમાણમાં બટાટાની ખરીદી કરને સ્ટોર કરતા હો તો એ ખરાબ થઇ જવાથી એની દુર્ગંધ પણ ફેલાવા લાગે છે. આ સંજોગોમાં જો તમે બટાટાને ખરાબ થયા વિના લાંબા સમય સુધી સ્ટોર કરવા માગતા હો તો બટાટા સ્ટોર કરવાની આ ટિપ્સ અવશ્ય ફૉલો કરવી…

વાસ્તવમાં આ ગરમીની સિઝન (Summer)માં બટાટા અંકુરિત થાય છે અને એમાંથી નાના મૂળ પણ નીકળવાની સંભાવના હોય છે. ગરમ ઋતુમાં બટાટા ઘણી જ જલદી ખરાબ થાય છે આથી બટાટાને ઉચિત રીતે સ્ટોર કરવું અત્યંત આવશ્યક છે જેથી એ લાંબો સમય ફ્રેશ રહે!

Potato Storage Tips, ઉનાળા, ગરમી, તાપમાન, ફ્રિઝ

બટાટા સ્ટોર કરવાની ટિપ્સ (Potato Storage Tips)

જો તમે બટાટાને ખરાબ થયા વિના લાંબા સમય સુધી સ્ટોર કરવા માગતા હો તો બટાટા સ્ટોર કરવાની આ ટિપ્સ અવશ્ય ફૉલો કરવી.

1. તાપમાનનું ધ્યાન રાખવું

જો તમે બટાટાને સ્ટોર કરવા માગતા હો તો તાપમાન (Temperature)નું ધ્યાન રાખવું આવશ્યક છે. જો વધારે બટાટા ખરીદી લીધા હોય તો એમને ગરમ અથવા તો એકદમ ઠંડી જગ્યાએ ન મૂકવા…જેમ કે ફ્રીઝમાં! ફ્રીઝમાં તો બટાટા ક્યારેય ન મૂકવા જોઇએ…એને થોડી ઠંડી અથવા સૂકી જગ્યાએ રાખવા જોઇએ. તીવ્ર ગરમીથી બટાટા સૂકાવા લાગે છે કે ઢીલા પડી જાય છે અને અંકુરિત પણ થઇ શકે છે.

Potato Storage Tips, ઉનાળા, ગરમી, તાપમાન, ફ્રિઝ

તમે કિચન પેન્ટ્રી અથવા તો કોઇ એવા સ્થાને બટાટા મૂકી શકો છો જ્યાં હવાની અવરજવર થઇ શકે! બટાટાને એવી કોઇ વાંસની બનેલી કે પ્લાસ્ટિકની અનેક કાણા ધરાવતી ટોપલીમાં મૂકી શકો છો જ્યાં વેન્ટિલેશન સુચારુ રીતે થઇ શકે…

2. તડકાથી રક્ષણ કરવું

બટાટાને ખરાબ થતા અટકાવવા માટે એને તડકે તો બિલકુલ પણ ન મૂકવા જોઇએ…પ્રકાશ (Sunlight)માં રાખવાથી એના કીરણો સીધા જ પડવાથી એ ખરાબ થઇ શકે છે. એનો રંગ બદલાઇને લીલાશપડતો થઇ જાય છે અને આવા બટાટા ખાવા સ્વાસ્થ્ય માટે જરાય સારા નથી હોતા! આથી જ બટાટાને અંધારી પણ હવાદાર જગ્યાએ રાખવા ઉત્તમ રહેશે. આથી જ બટાટાને પ્લાસ્ટિકની કોથળીમાં રાખવાની જગ્યાએ કોઇ પેપર બેગ કે પૂંઠાના ખુલ્લા ખોખામાં પણ તમે રાખી શકો છો.

Potato Storage Tips, ઉનાળા, ગરમી, તાપમાન, ફ્રિઝ

3. ફ્રીઝમાં બટાટા મૂકવા કે નહિં?

કેટલાક લોકો અન્ય શાકભાજીની જેમ બટાટાને પણ ફ્રિઝમાં (refrigerator)માં મૂકી દે છે પરંતુ આમ કરવું યોગ્ય નથી! આનાથી બટાટાનો સ્વાદ અને ટેક્ષ્ચર બંને બદલાઇ શકે છે. જો બટાટા સમારેલા હોય તો એને થોડા પાણીમાં રાખીને ફ્રીઝમાં મૂકી શકો છો. પરંતુ, એને લાંબો સમય ફ્રીઝમાં મૂકવા અયોગ્ય રહેશે.


આ પણ વાંચો: બટાટા અને ઇંડા બાફતી વખતે લીંબુનો ટુકડો ઉમેરવાથી શું થાય છે? જાણીશું આ ટ્રિક વિશે…

આ પણ વાંચો: એક પણ ટીપું પાણી નહિં વપરાય…પણ બફાઇ જશે! બટાટા બાફવાની આ 3 સિક્રેટ ટ્રિક્સ અપનાવો..!