Special Interview/ જ્યારે બિલ ગેટ્સની ઓફિસમાં ઈન્ટરવ્યુ આપવા ગયેલી મહિલાઓને પોર્નની આદત અને લગ્નેતર સંબંધો પર સવાલો પૂછવામાં આવ્યા !

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સની ખાનગી ઓફિસ વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. બિલ ગેટ્સની પ્રાઈવેટ ઓફિસમાં ઈન્ટરવ્યુ આપવા ગયેલી મહિલાએ જણાવ્યું કે આ દરમિયાન તેને વિચિત્ર સવાલો પૂછવામાં આવ્યા હતા. 

Trending Photo Gallery
Bill Gates

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સની ખાનગી ઓફિસ વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. બિલ ગેટ્સની પ્રાઈવેટ ઓફિસમાં ઈન્ટરવ્યુ આપવા ગયેલી મહિલાએ જણાવ્યું કે આ દરમિયાન તેને વિચિત્ર સવાલો પૂછવામાં આવ્યા હતા.

મહિલા ઉમેદવારોએ વોલ સ્ટ્રીટ જર્નલને  જણાવ્યું છે કે ઈન્ટરવ્યુમાં તેમને જાતીય પ્રવૃતિઓ વિશે પૂછપરછ કરવામાં આવી છે. મહિલા ઉમેદવારોને તેમની પોર્નોગ્રાફીની આદતો, લગ્નેતર સંબંધો, જાતીય ઇતિહાસ સહિત ઘણા અસ્વસ્થતાવાળા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

મેઇલ ઉમેદવારોને પણ આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે કેમ તે જાણી શકાયું નથી. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર આ ઈન્ટરવ્યુ બિલ ગેટ્સની પ્રાઈવેટ ઓફિસ માટે થઈ રહ્યો હતો.

જેમાં ઉમેદવારો પાસેથી તેમની પર્સનલ લાઈફ, એક્સ્ટ્રા-મેરિટલ અફેર, પોર્નોગ્રાફિક આદતો જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આટલું જ નહીં, ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે શું તેના ફોનમાં ન્યૂડ ફોટા છે.

આ ઇન્ટરવ્યુમાં ભાગ લેનાર મેઇલ ઉમેદવારોએ આવા પ્રશ્ન અંગે કોઈ માહિતી આપી નથી. બીજી તરફ, મહિલા ઉમેદવારોને એમ પણ પૂછવામાં આવ્યું છે કે શું તેઓ પૈસા માટે ડાન્સ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ છે?

એક મહિલાને પૂછવામાં આવ્યું કે શું તેણી કોઈ જાતીય સંક્રમિત રોગના સંપર્કમાં આવી છે. બિલ ગેટ્સના પ્રતિનિધિનું કહેવું છે કે તેમની ખાનગી ઓફિસ ગેટ્સ વેન્ચર્સ પાસે આવા પ્રશ્ન અંગે કોઈ માહિતી નથી.

તેમણે કહ્યું કે તેઓ ઉમેદવારોને થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટરો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોથી વાકેફ નથી. ગેટ્સના પ્રવક્તાએ આવા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

તેમણે કહ્યું કે આવા પ્રશ્નો પૂછવા એ ગેટ્સ વેન્ચર્સના કરારનું ઉલ્લંઘન છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તાજેતરના સમયમાં સુરક્ષા સલાહકાર ફર્મ કોન્સેન્ટ્રિક એડવાઇઝર્સ દ્વારા આ સ્ક્રીનીંગ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Ahmedabad-Sinkhole/ ‘વરસાદથી ડર લાગતો નથી, જેટલો ભુવાથી લાગે છે’

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી/ વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી , આગામી 24 કલાક રાજ્યમાં રેહશે આટલો વરસાદ

આ પણ વાંચોઃ Delhi University/  વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોથી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા… સરસ્વતી વંદના સાથે સ્વાગત કર્યું

આ પણ વાંચોઃ Manipur/  મણિપુરના સીએમ થોડી જ વારમાં રાજ્યપાલને મળશે, રાજીનામાની અટકળો, રાષ્ટ્રપતિ શાસન પણ લાદવામાં આવી શકે છે

આ પણ વાંચોઃ Hindu Child-Namaz/ કચ્છની ખાનગી શાળામાં હિંદુ બાળકો પાસે નમાઝ પઢાવવાનો વિવાદ