Lifestyle/ એક પણ ટીપું પાણી નહિં વપરાય…પણ બફાઇ જશે! બટાટા બાફવાની આ 3 સિક્રેટ ટ્રિક્સ અપનાવો..!

Boil Potatoes (બટાટા બાફવા) પાણીનો ઉપયોગ કર્યા વિના સરસ રીતે બનાવવાની અમુક ટિપ્સ અહિં અમે લઇને આવ્યા છીએ જેથી તમે પાણી વાપર્યા વિના જ તમે…

Trending Tips & Tricks Food Lifestyle
Boil Potatoes, બટાટા બાફવા, પાણી, 3,ટ્રિક્સ

Lifestyle: બટાટા ઉકાળવા કે બાફવા માટે લોકો પાણી વાપરે છે અને એના વિના બટાટા બાફવા (Boil Potatoes)ની કલ્પના સુદ્ધાં થઇ શકતી નથી! કૂકરમાં એને બાફતી વખતે મોટા ભાગના લોકોને એ ખબર જ નથી હોતી કે એમાં કેટલું પાણી (Water) નાખવુ જોઇએ?

આ સંજોગોમાં ઘણા લોકો બટાટા બાફતી વખતે ઘણું પાણી કૂકરમાં ઉમેરી દે છે અને આ કારણે બટાટા ઢીલાં બફાય છે અને તૂટી પણ જાય છે! આવા બટાટાની સાથે આલુ પરોઠા, કટલેટ કે પછી બટાટાવડા (Aloo Paratha, Cutlets or Batata Vada)…આવી કોઇ પણ વાનગી (Recipe) સારી નથી બનતી! જો તમારી સાથે પણ આમ અવારનવાર બને છે તો તમારા માટે અહિં અમે ત્રણ બહેતરીન ટિપ્સ (Tips) દર્શાવી રહ્યાં છીએ.

વગર પાણીએ બટાટા બાફવા (Boil Potatoes)ની ટિપ્સ

Boil Potatoes, બટાટા બાફવા, પાણી, 3,ટ્રિક્સ

1. કૂકરમાં વગર પાણીએ બાફો

કૂકર (Cooker)માં વગર પાણીએ પણ તમે બટાટાને બાફી શકો છો. આ માટે સૌપ્રથમ બટાટાને સારી રીતે પાણી વડે ધોવા. હવે તમામ બટાટાના બે ટુકડા કરીને કૂકરમાં ઉમેરી દેવા. ત્યાર બાદ, દોઢ ચમચી મીઠું નાખવું. હવે એક સુતરાઉ કપડું લઇને એને પાણીમાં સારી રીતે પલાળીને નીચોવી લેવું. એને બટાટા ઉપર ઢાંકી દો અને કૂકરનું ઢાંકણું બંધ કરી દો. બે થી ત્રણ સિટી વાગ્યા બાદ ગૅસ બંધ કરી દેવો. કૂકર ઠંડુ થાય પછી ખોલશો તો બટાટા સરસ બફાઇ ગયેલા જણાશે.

Boil Potatoes, બટાટા બાફવા, પાણી, 3,ટ્રિક્સ

2. માઇક્રોવેવમાં રાંધો

તમે બટાટાને માઇક્રોવેવ (Microwave)માં પણ બાફી શકો છો. આ માટે સૌપ્રથમ બટાટાને પાણીથી સારી રીતે ધોવા અને એને બે ભાગમાં સમારી લેવા. એક ફૉક (Fork)ની સહાયતાથી બટાટામાં કાણા પાડી દો અને પછી એક કાચના માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં મૂકી દો. ત્યારબાદ એને માઇક્રોવેવમાં મૂકવો અને 5 મિનિટ સુધી રંધાવા દેવું. માત્ર 5 મિનિટ બાદ તમારા બટાટા બફાઇ જશે.

Boil Potatoes, બટાટા બાફવા, પાણી, 3,ટ્રિક્સ

3. એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળીને રાંધો

બટાટાને સારી રીતે પાણીથી ધોઇને એના પર હળવું તેલ લગાવી લેવું. આ દરેકને એક એલ્યુમિનિયમ ફોઇલ (Aluminum Foil)માં અલગ અલગ ટાઇટ લપેટી લેવા. હવે પાણી ઉમેર્યા વિના જ કૂકરમાં મૂકીને ઢાંકણુ બંધ કરીને રંધાવા દો. ફોઇલની અંદર ગરમીથી બટાટા છેક ઊંડે સુધી પાકી જાય છે. પાણી વિના બટાટા બાફવાનો આ અત્યંત સરળ નુસખો છે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: માત્ર 5 મિનિટમાં બનશે 50 પરોઠા…કોઈ ખાસ મહેનત વિનાની ઝટપટ રેસિપી…આ સિક્રેટ ટ્રિક્સ ફૉલો કરો!

આ પણ વાંચો: મૂળાના મસ્ત તીખા પરોઠા…ફાટે નહિં એની સિક્રેટ ટ્રિક…તો બનાવો ફટાફટ, મૂળા પરોઠા રેસિપી..!