Lifestyle/ ઉનાળાની ગરમીમાં દહીંને ખાટું થતા કેવી રીતે અટકાવશો?…અપનાવો આ પરંપરાગત ટ્રિક્સ!

અન્ય ઋતુઓ કરતા ગરમ ઋતુમાં દહીં ખાવાનું પ્રમાણ વધી જાય છે. સમસ્યા એ છે કે, આ ગરમીમાં સરસ મોળું દહીં ખાટું (Sour Curd) થાય તો ખાવાની મજા નથી આવતી!

Trending Tips & Tricks Food Lifestyle
Sour Curd, ઉનાળા, ગરમી, દહીં ખાટું, ટ્રિક્સ

Lifestyle: ઉનાળાની ગરમીમાં દહીંનું સેવન ગટ હૅલ્થ અર્થાત્ પાચન માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. દહીં સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે આથી એને ખાવું જ જોઇએ…પણ એક સમસ્યા એ છે કે, આ ગરમીમાં સરસ મોળું દહીં ખાટું (Sour Curd) થઇ જાય છે!

દહીં એક એવો આહાર છે કે જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણો જ લાભકારક સાબિત થાય છે અને ગરમીમાં એનું સેવન કરવાથી ઠંડક પણ મળે છે. આથી જ અન્ય ઋતુઓ કરતા ગરમ ઋતુમાં એને ખાવાનું પ્રમાણ વધી જાય છે. લોકો બપોરે અથવા તો સવારના સમયે દહીંનું સેવન વિશેષ રુપે કરતા હોય છે. ઘણા લોકો, દહીં સદતું હોય તો સાંજે પણ ખીચડી કે અન્ય વાનગી સાથે છાશ લેવાનું પસંદ કરતા હોય છે.

Sour Curd, ઉનાળા, ગરમી, દહીં ખાટું, ટ્રિક્સ

દહીંના સેવનના સ્વાસ્થ્ય ફાયદા (Health Benefits of Curd)

શું તમે દરરોજ બજારમાંથી તૈયાર દહીં લાવીને વાપરો છો? જો તમે પણ આમ કરતા હો તો એક વાર આ ટ્રિક્સ (Tricks)થી ઘરે જ દહીં જમાવવાનો પ્રયાસ કરો. તમને એ સોંઘુ પણ પડશે અને ગુણકારી દહીં પણ ખાવા મળશે!

દહીં એક એવો આહાર છે કે જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણો જ લાભકારક સાબિત થાય છે. આપણામાંથી અનેક લોકો તૈયાર દહીંના ડબ્બા કે પેકેટો લાવીને એનો ઉપયોગ કરતા હોય છે. જો તમે ઘરે જ દહીં જમાવશો (Homemade Curd) તો એ તમને સોંઘુ પણ પડશે અને વધારે શુદ્ધ તથા ગુણકારી દહીં ખાવાના લાભ પણ મળશે.

જો તમે યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે દહીંનું સેવન કરો તો એ તમારા પાચનતંત્રને સુચારુ રીતે કાર્ય કરવા (Gut Health)માં ઘણી મદદ કરે છે. આ ઉપરાંત, હાડકાંને મજબૂત બનાવી રાખવા માટે (Bone Health) પણ દહીંને સારું માનવામાં આવે છે. તમારી ઇમ્યુનિટી (Immunity)થી માંડીને વેઇટ લૉસ જર્ની (Weight Loss Journey)માં દહીં ખાવું સહાયક સિદ્ધ થાય છે. તેમાં હાજર રહેલા ઘટકો હૃદયના સ્વાસ્થ્ય (Heart Health) માટે પણ ઉત્તમ સાબિત થાય છે. આ રીતે, સર્વાંગ સ્વાસ્થ્યને સુદ્રઢ બનાવી રાખવા માટે દહીં ઘણું જ ગુણકારી ગણાય છે. પોષક તત્વોથી ભરપૂર એવા દહીંથી આપણી તંદુરસ્તી સુપેરે જળવાઇ રહે છે.

Sour Curd, ઉનાળા, ગરમી, દહીં ખાટું, ટ્રિક્સ

મોળા દહીંને ખાટું (Sour Curd) થતા અટકાવવાની 4 ટ્રિક્સ

દહીં સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે આથી એને ખાવું જ જોઇએ…પણ એક સમસ્યા એ છે કે એ ગરમીમાં જલદી ખાટું થઇ જાય છે! આના કારણે એ ખાવાલાયક રહેતું નથી. આનું કારણ છે કે વધતા તાપમાનની સાથોસાથ એમાં અમ્લતાનું પ્રમાણ વધવા લાગે છે. જેમની પાસે ફ્રિઝની સુવિધા હોય એ તો ફ્રિઝમાં દહીં મૂકી દે છે પણ જો આ સુવિધા ન હોય તો લાંબો સમય દહીંને તાજુ રાખવાનું ઘણું કઠિન પ્રતીત થાય છે. તમે હવે ઘરે બેઠા જ ગાઢું અને લચકેદાર (Thick & Elastic) દહીં જમાવી શકો છો અને એને ખાટું થવાની સમસ્યાથી બચાવી શકો છો.

આ અંગે ચાલો જાણીએ, એવા સરળ ઉપાયો (Tricks) અંગે જેને અપનાવીને તમે ફ્રિઝમાં મૂક્યા વિના પણ દહીંને લાંબા સમય સુધી તાજુ રાખી શકો છો! ફ્રિઝમાં મૂક્યા વિના પણ દહીંને લાંબા સમય સુધી તાજુ રાખવા માટેના આ 4 ઘરગથ્થુ નુસખા (Home Remedies) ઘણી ઉપયોગી નીવડશે.

Sour Curd, ઉનાળા, ગરમી, દહીં ખાટું, ટ્રિક્સ

1. માટીના વાસણનો ઉપયોગ

માટીની હાંડી કે કુલડી (Clay Pot)માં દહીં જમાવવાથી એ લાંબા સમય સુધી તાજુ અને મોળું રહે છે. માટીનું વાસણ બહારની ગરમી શોષી લે છે અને અંદરના તાપમાનને જાળવી રાખે છે. આ કારણથી દહીં ગરમીમાં પણ જલદી ખરાબ નથી થતું!

2. મેળવણ ઓછું નાખવું

શિયાળાની સરખામણીએ ઉનાળાની ગરમીમાં દહીં જમાવવા માટેનું મેળવણ ઓછું વાપરવું જરુરી છે. આ માટે કેવળ અડધીથી એક નાની ચમચી જેટલું મેળવણ જ વાપરવું. આ ઉપરાંત, મોળા દહીંનું મેળવણ જ લેવું અને ખાટા દહીંનું મેળવણ વાપરવાનું ટાળવું.

3. દૂધ નવશેકું રાખવું

દહીંને જમાવવા માટે દૂધ બહુ ગરમ કે બહુ ઠંડુ ન હોવું જોઇએ. દૂધ નવશેકું (Warm Milk) રાખવું આવશ્યક છે. જો તમે વધુપડતા ગરમ દૂધને મેળવશો તો દહીં પાણી છોડવા લાગશે અને જેના કારણે દહીંના સ્વાદમાં ખટાશ આવી શકે છે.

4. ઠંડા પાણીમાં મૂકો

જો તમારી પાસે ફ્રિઝની સગવડ ન હોય તો એક ઊંડા તળીયા વાળા પહોળા વાસણમાં ઠંડુ પાણી (Cold Water) ભરી દેવું અને દહીં ભરેલા વાસણને એની વચ્ચે રાખી દેવું. આમ કરવાથી દહીં ખાટું થવાની સંભાવના નહિં રહે!


આ પણ વાંચો: દહીંની તાસીર કેવી હોય છે? જાણો ક્યારે…કયા દિવસે દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક…

આ પણ વાંચો: ચહેરાના જીદ્દી ડાઘથી છુટકારો મેળવવો છે? તો બેસન અને દહીંનો આ દેશી નુસ્ખો કરશે કમાલ, પાર્લરનો ખર્ચ બચી જશે