Lifestyle/ દહીંની તાસીર કેવી હોય છે? જાણો ક્યારે…કયા દિવસે દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક…

Curd (દહીં) માંથી બનતી છાશ વિશે સ્વાસ્થ્ય સૂત્ર છે, ‘ભોજનાન્તે પીબેત તક્રમ્’ અર્થાત્ બપોરે ભોજનના અંતે છાશ પીવી જોઇએ…જેનાથી પાચનમાં મદદ મળે છે.

Trending Food Health & Fitness Lifestyle
Curd, દહીં, ખાવું, આયુર્વેદનો, મત

Lifestyle: ભારતીય ભોજનમાં દહીં (Curd)નું વિશેષ સ્થાન છે. આયુર્વેદ અનુસાર, દહીંમાં અનેક ગુણો હોય છે જેથી એ ભારતીય ભોજનથાળનો એક અભિન્ન ભાગ ગણાય છે. પરંતુ, અહિં પ્રશ્ન એ થાય કે, આખરે દહીં ખાવાનો યોગ્ય સમય કયો છે અને કેવી રીતે (Curd Eating Time & Method) એનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હિતાવહ છે? તો ચાલો હવે આયુર્વેદ નિષ્ણાત પાસેથી જાણીએ, દહીં ખાવાના ફાયદા અને એ ખાવાના ઉચિત સમય અંગે વિસ્તૃતપણે…

‘ભોજનાન્તે પીબેત તક્રમ્’

આયુર્વેદનું સંસ્કૃતમાં સ્વાસ્થ્ય સૂત્ર છે, ‘ભોજનાન્તે પીબેત તક્રમ્’ અર્થાત્ ભોજનના અંતે, બપોરના જમણ પછી, છાશ (Buttermilk) પીવી જોઇએ…જેનાથી પાચનમાં મદદ મળે છે.

આયુર્વેદ નિષ્ણાત (Ayurveda Expert)ના મતે, દહીંનું સેવન હૅલ્થ (Gut Health) માટે અત્યંત લાભકારક છે. એને આહારમાં સામેલ કરવાથી પાચન અને પેટ સંબંધી અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે. પણ દહીંનો ઉપયોગ યોગ્ય સમયે, યોગ્ય રીતે કરવો બેહદ જરુરી છે.

Curd, દહીં, ખાવું, આયુર્વેદનો, મત

દહીંની તાસીર કેવી હોય છે?

આયુર્વેદ અનુસાર, દહીં ઉષ્ણ તાસીર (Warm Nature)નું ગણાય છે. આપણને ખાતી વખતે એવું લાગતું હોય છે કે, દહીં ઠંડી તાસીર અર્થાત્ શીત પ્રકૃતિ (Cold Nature) નું છે પણ હકીકત આનાથી વિરુદ્ધ હોય છે. સ્વાદમાં ખાટો જણાતો આ ખાદ્યપદાર્થ વાસ્તવમાં ગરમ હોય છે. એના સેવનથી તમારી પાચન શક્તિ (Digestion) મજબૂત બને છે અને શરીરમાં ઊર્જાનું સ્તર જળવાઇ રહે છે.

દહીંમાંથી પ્રાપ્ત પ્રોબાટોટિક્સ (Probiotics)થી આપણા આંતરડાને અત્યંત ફાયદો મળે છે. એના નિયમિત સેવનથી શરીરમાં સારા બેક્ટેરિયા (Good Bacteria)નો વિકાસ વધે છે અને રોગ પ્રતિકારક ક્ષમતામાં પણ વૃદ્ધિ થાય છે.

ગુણકારી દહીં વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ

દહીંમાં પ્રોટીન (Protein) હોય છે અને એ વજન ઘટાડવા માટે બેસ્ટ ઓપ્શન છે. એ ખાવાથી ન તો તમને વારંવાર ભૂખ લાગે છે અને પેટ ભરેલું મહેસૂસ થાય છે. વારંવાર ખાવાની ઇચ્છા ન થવાથી આપોઆપ વજન નિયંત્રણમાં રહે છે. પ્રોબાયોટિક્સથી ભરપૂર દહીંનું સેવન શરીરની વધારાની ચરબી (Fat)ને ઓછી કરવામાં સહાયક બને છે. જે લોકો વેટ લોસ જર્ની (Weight Loss Journey)માં જોડાયેલા છે એમના માટે ઓછી ફેટ ધરાવતું દહીં કે ગ્રીક યોગર્ટ વાપરવું ઉત્તમ રહેશે.

કયા સમયે દહીં (Curd) ખાવું સૌથી વધારે લાભકારક?

જો શરીરને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડ્યા વિના જ તમે દહીંનું સેવન કરવા ઇચ્છતા હો તો, બપોરનો સમય સૌથી શ્રેષ્ઠ રહેશે. જો આ સમયે તમે ભોજન સાથે દહીં ખાઓ તો સરળતાથી પચી જાય છે. પેટમાં દુખાવો, કબજીયાત, ગૅસ કે એસિડિટી (Stomach Pain, Constipation, Gas or Acidity) જેવી કોઈ પણ તકલીફમાં આ ફાયદાકારક સાબિત થાય છે.

દહીંના સેવનથી શરીરને ઠંડક મળે છે અને એનર્જીનું સ્તર (Energy Level) જળવાઇ રહે છે. બપોરે લંચ પછી શરીર ઘણી વાર સુધી ક્રિયાશીલ રહેતું હોય છે આથી એને પચાવવા માટે પર્યાપ્ત સમય મળે છે. આથી વિશેષજ્ઞોનું મંતવ્ય છે કે દહીંને બપોરે જ ખાવું જોઇએ.

સવારે દહીં ખાવું યોગ્ય કે અયોગ્ય?

તમારી પાચનશક્તિ કેવી છે એના આધારે દહીં ખાવાનો ઉચિત સમય નિર્ધારિત કરી શકાય છે. જો તમને શરદી-ખાંસી, કફ કે એલર્જી (Cold, Cough or Allergies) ની સમસ્યા હોય તો સવારે ખાલી પેટે દહીં ખાવાથી નુકસાન થઇ શકે છે. પણ જો તમારું પાચનતંત્ર મજબૂત હોય તો તમે સવારમાં ફળ સાથે દહીંનું સેવન કરી શકો છો.

Curd, દહીં, ખાવું, આયુર્વેદનો, મત

દહીં ખાવાના નુકસાન

આયુર્વેદ અનુસાર, રાત્રે દહીં ખાવાથી અનેક પ્રકારના નુકસાન થઇ શકે છે.

1. ગંભીર કફની સમસ્યા થઇ શકે છે.

2. શરદી-ખાંસી થઇ શકે છે.

3. ભોજન પચાવવામાં સમસ્યા થઇ શકે છે.

4. ગરમીની ઋતુમાં તમે રાત્રે દહીં ખાઇ શકો છો પણ શિયાળાની ઋતુ (Winter Season)માં દહીં ખાવાનું ટાળવું જોઇએ.

Curd, દહીં, ખાવું, આયુર્વેદનો, મત

દહીં ખાવાની યોગ્ય પદ્ધતિ

જ્યારે પણ દહીંને આયુર્વેદિક નિયમોનું પાલન કરીને ખાવામાં આવે ત્યારે એના અનેક ફાયદા આપણને પ્રાપ્ત થાય છે.

1. પાચન બહેતર બને એ માટે દહીંને થોડો કાળો મરી પાવડર, સંચળ અથવા તો જીરા પાવડર સાથે મિક્સ કરીને ખાવું જોઇએ.

2. ગરમીની સિઝનમાં તમે દહીંને છાશ સ્વરુપે ગ્રહણ કરી શકો છો.

3. જો તમે કોઈ પણ ભોજન ગરમ-ગરમ જમી રહ્યાં હો તો જમવાના થોડા સમય પછી જ દહીં ખાવું જોઇએ.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: ઘરે ઘાટું અને મલાઇદાર દહીં નથી જામતું? આ સરળ ટ્રિક્સ અપનાવો અને મસ્ત દહીંની મજા માણો…

આ પણ વાંચો: ચહેરાના જીદ્દી ડાઘથી છુટકારો મેળવવો છે? તો બેસન અને દહીંનો આ દેશી નુસ્ખો કરશે કમાલ, પાર્લરનો ખર્ચ બચી જશે