Morbi Accident News: ગુજરાતમાં માર્ગ અકસ્માતો (Accident) ના બનાવો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. તેવામાં મોરબી જિલ્લાના જુના ઘુટુ રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. વળાંક લેતા સમયે એક કન્ટેનર ટ્રક કાર પર પલટી પડતાં પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત (Accident)માં કારનો કચ્ચરઘાણ
પ્રાપ્ત માહિતી મુજબ મનસુખભાઇ તેમની પત્ની મંજુબેન સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ ટંકારાથી હળવદ તરફથી પરત ફરી રહ્યા હતા. નવ નાળા નજીક અચાનક પૂરપાટ ઝડપે આવતો કન્ટેનર ટ્રક વળાંક સમયે સંતુલન ગુમાવી રોડ પર પલટી ગયો અને સીધો કાર પર પડ્યો. અકસ્માત (Accident) એટલો ગંભીર હતો કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં મનસુખભાઇ અને મંજુબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બે લોકો ઇજાગ્રસ્ત
કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત અંગે તબીબો દ્વારા સારવાર ચાલી રહી છે.
અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા
અકસ્માત (Accident)ના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે કન્ટેનર ટ્રક ચાલક ભારે ઝડપે આવી રહ્યો હતો. વળાંક આવતા નિયંત્રણ ગુમાવતા ટ્રક પલટી ગયો અને કારને દબાવી દીધો. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:કચ્છના ભચાઉમાં અકસ્માતમાં બે લોકોના મોત, એક ઘાયલ
આ પણ વાંચો:ભચાઉમાં જન્માષ્ટમી ઉજવણી દરમિયાન અકસ્માત, મટકીફોડ કાર્યક્રમમાં વીજ થાંભલો પડતાં એક બાળકનું મોત
આ પણ વાંચો:કચ્છમાં ભુજ-ભચાઉ હાઈવે પર વહેલી સવારે અકસ્માતમાં એકનું મોત
