Lifestyle/ ચોખા, ઘઉં વગેરેમાં ક્યારેય જીવાત નહિં પડે! બસ…અપનાવો આ ટિપ્સ…આખું વર્ષ વાપરી શકશો!

ચોખા-ઘઉં વગેરેમાં જીવાત કે ધનેડાંના કારણે એ ખાવાલાયક રહેતા નથી અને એનો બગાડ થાય છે. આ ઘરગથ્થું ટ્રિક્સ (Wheat-Rice Storage Tricks) અપનાવવાથી…

Trending Tips & Tricks Food Lifestyle
Wheat-Rice Storage Tricks, ધનેડાં, દિવેલ, સરસિયું, કડવો લીમડો

Lifestyle: અનાજ જેવા કે ચોખા-ઘઉં વગેરેમાં જીવાત અને ધનેડાં પડવા એ એક સામાન્ય સમસ્યા છે. અનાજની જાળવણી ની આ ઘરગથ્થુ ટ્રિક્સ (Wheat-Rice Storage Tricks) વિશે આજે આ લેખમાં માહિતી આપીશું જે તમને અવશ્ય કામ લાગશે.

અનાજ જેવા કે ચોખા-ઘઉં વગેરેમાં જીવાત અને ધનેડાં (Insects or Bugs) પડવા એ એક સામાન્ય સમસ્યા છે. પરંતુ એના કારણે કેટલીયે વખત એ ખાવાલાયક રહેતા નથી અને એનો બગાડ થાય છે. અનાજની અંદર ઘૂસી ગયેલા આ જીવડાં કાઢવા પણ મુશ્કેલ હોય છે અને તપાવવાથી પણ આ સમસ્યા ઉકેલાતી નથી કારણ કે, આ જીવાતે અનાજને અંદરથી ખોખલું કરી નાખ્યું હોય છે!

Wheat-Rice Storage Tricks, ધનેડાં, દિવેલ, સરસિયું, કડવો લીમડો

કેમિકલયુક્ત દવાઓથી સ્વાસ્થ્યને નુકસાન

આ જીવડાંને દૂર કરવા ઘણા લોકો કેમિકલયુક્ત દવાઓ (Chemical Based Medicines) નો પણ વપરાશ કરતા હોય છે. પરંતુ એનાથી આ કીડા તો મરી જાય છે પણ અનાજમાં કેમિકલ પ્રવેશે છે અને એ સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. આ સંજોગોમાં અહિં અમે તમને એવા ઘરગથ્થુ નુસખા દર્શાવવા જઇ રહ્યાં છીએ જેનાથી આ જીવાતથી હંમેશાં માટે છૂટકારો મેળવી શકાય છે. તો ચાલો, હવે વિના વિલંબે જાણી લઇએ અનાજની જાળવણી ની આ ઘરગથ્થુ ટ્રિક્સ (Wheat-Rice Storage Tricks) વિશે….

અનાજની જાળવણીના ઘરગથ્થુ નુસખા (Wheat-Rice Storage Tricks)

અનાજમાં જીવાત ન પડે અને જો હોય તો એને દૂર કરવાના 5 ઉપાયો (Tricks) આ મુજબ છે.

1. તમાલપત્ર અને સૂકા લાલ મરચા

અનાજના ડબ્બામાં 4 થી 5 તમાલપાત્ર અથવા તો 3-4 સૂકા લાલ મરચા (Tamarind leaves and Dried Red pepper) નાખી દેવા. એની તીવ્ર વાસથી જીવાત અનાજથી દૂર રહે છે. આ ઉપાય ચોખા માટે સૌથી કારગર સિદ્ધ થાય છે.

Wheat-Rice Storage Tricks, ધનેડાં, દિવેલ, સરસિયું, કડવો લીમડો

2. કડવા લીમડાના પાન

કડવો લીમડો (Bitter Neem Leaves) એક કુદરતી જંતુનાશક છે. આ માટે તાજા લીમડાના પાનને સૂકવીને એક કોટન કપડામાં બાંધી લેવા. ત્યારબાદ, એને ઘઉં કે ચોખાના ડબ્બામાં સૌથી નીચે અને સૌથી ઉપર એમ બંને જગ્યાએ રાખી દેવા. એની કડવાશને કારણે ઘનેરા એની આસપાસ પણ નહિં ફરકે!

3. માચીસની ડબ્બી

તમને જાણીને નવાઇ લાગશે કે, માચીસ (Matchstick box)ની સળીઓમાં ફોસ્ફરસ હોય છે અને અનાજ ભરેલા મોટા પીપડા કે કન્ટેનરમાં 2 થી 3 માચીસની ડબ્બીઓ બંધ હાલતમાં જ મૂકી દેવી. એની વાસથી જ કીડા મરી જાય છે અને નવી જીવાતનો વિકાસ થતો નથી.

Wheat-Rice Storage Tricks, ધનેડાં, દિવેલ, સરસિયું, કડવો લીમડો

4. સરસવનું તેલ કે દિવેલ

જો તમે ઘઉંને આખું વર્ષ સ્ટોર કરવા માગતા હો તો 10 કિલો ઘઉંમાં લગભગ 2 ચમચી જેટલું સરસિયું કે ગરમ દિવેલ (Mustard Oil or Hot Castor Oil) નાખીને સારી રીતે મિક્સ કરી લેવું અને તમામ ઘઉં પર લાગી જાય એ રીતે ઘઉંને હાથેથી ચોળી લેવા. આ તેલની કે દિવેલની કોટિંગથી જીવાત થતી નથી અને ઘઉંના દાણામાં કાણા પડતા નથી અને આખું વર્ષ સારા રહે છે!

Wheat-Rice Storage Tricks, ધનેડાં, દિવેલ, સરસિયું, કડવો લીમડો

5. લવિંગ

ચોખામાં મોટાભાગે જીવડાં કે ધનેડાં જલદી પડતા હોય છે. એનાથી બચવા માટે ચોખાના ડબ્બામાં 10-12 લવિંગ (Cloves) ઉમેરી દો. લવિંગની મહેક જીવાતને જરા પણ પસંદ પડતી નથી આથી એ દૂર રહે છે.

આ ઉપરાંત, ઘઉં અને ચોખાને અથવા કોઇ પણ કઠોળને ગરમ કરેલા શુદ્ધ દિવેલનો હળવું કોટિંગ કરવાથી પણ એ મહિનાઓ સુધી ખરાબ થતા નથી.


આ પણ વાંચો: ટોયલેટથી પણ વધારે ગંદા હોય છે ઘરના આ 8 સ્થાન! રોજ કરો સફાઈ નહિં તો રોગોનું જોખમ તોળાશે!

આ પણ વાંચો: વોશિંગ મશીનમાં કેવી રીતે ધોવા રીંગ વાળા પડદા? મૂંઝાશો નહિં, અજમાવો આ ટિપ્સ…

આ પણ વાંચો: માર્યા વિના ઉંદરને ભગાડવાનો આ છે રામબાણ ઇલાજ…કિચનની આ વસ્તુઓ વાપરીને આ ટિપ્સ અજમાવો…