Gujarat News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે ઊભા થયેલા કાનૂની સંકટ પર આજે સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 27 ટકા OBC અનામત નીતિ સામે ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવવાની માંગને કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે ચૂંટણી પ્રક્રિયા યથાવત રહેશે.
Supreme Court: શું છે આખો મામલો?
પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારની 27 ટકા OBC અનામત નીતિને પડકારવામાં આવી હતી. અરજદાર દ્વારા માંગ કરવામાં આવી હતી કે આ નીતિના આધારે યોજાનારી ચૂંટણી પર સ્ટે મૂકવામાં આવે.
આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. પરંતુ કોર્ટે ચૂંટણી પ્રક્રિયા અટકાવવાનો ઇન્કાર કર્યો અને અરજદારને ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવા સૂચના આપી.
સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના આ નિર્દેશ બાદ હવે સમગ્ર મુદ્દો ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં સાંભળવામાં આવશે. હાઇકોર્ટ જે પણ નિર્ણય કરશે, તે ચૂંટણી માટે મહત્વપૂર્ણ ગણાશે. રાજ્ય સરકાર 27 ટકા OBC અનામત અમલમાં લાવવા માટે મક્કમ છે અને તેને કાયદાકીય રીતે યોગ્ય ઠેરવવા પ્રયત્નશીલ છે.

પિટિશનમાં ઉઠાવાયેલા મુખ્ય મુદ્દાઓ
આ અરજીમાં ત્રણ મહત્વના મુદ્દાઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે:
1 ટ્રિપલ ટેસ્ટનું પાલન
સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના અગાઉના માર્ગદર્શક નિયમો મુજબ અનામત લાગુ કરતા પહેલા ‘ટ્રિપલ ટેસ્ટ’ પૂર્ણ થયું છે કે નહીં તે અંગે સવાલ ઉઠાવ્યો.
2 50% અનામત મર્યાદા
SC/ST અને OBC મળીને કુલ અનામત 50 ટકા મર્યાદા વટાવે છે કે નહીં, તે મુદ્દો પણ મહત્વનો છે.
3 ઝવેરી કમિશનનો અહેવાલ
જસ્ટિસ ઝવેરી કમિશનની ભલામણો પર આધારિત બેઠકોની ફાળવણી કેટલી બંધારણીય અને તર્કસંગત છે તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
રાજકીય અને ચૂંટણી પર અસર
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા આગળ વધશે, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. જોકે OBC અનામત મુદ્દે અંતિમ નિર્ણય હવે ગુજરાત હાઇકોર્ટના હાથમાં રહેશે, જે ચૂંટણીની દિશા નક્કી કરી શકે છે.
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીધામ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો:અમદાવાદ જિલ્લા પંચાયત માટે BJPની ઉમેદવારોની યાદી જાહેર
આ પણ વાંચો:કચ્છમાં ભાજપે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી કરી જાહેર
