Patan News/ ઉત્તર ગુજરાત યુનિ.એ અધ્યાપકોને આપેલ ગાઈડશીપ 12 વર્ષ બાદ રદ કરી

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કુલપતિની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Others Breaking News

Patan News: પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ અધ્યાપકોને આપેલ ગાઈડશીપ 12 વર્ષ બાદ રદ કરવાનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

પાટણનાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ અધ્યાપકોને આપેલી ગાઈડશીપ 12 વર્ષ બાદ રદ્દ કરી છે. નિયમ વિરુદ્ધ 10 એડહોક અધ્યાપકોને ગાઈડશીપ આપવામાં આવી છે. યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અધ્યાપકો કાયમી ન હોવા છતાં નિયમ વિરુદ્ધ ગાઈડશીપ અપાઈ હતી.  UGCના 2021ના પરિપત્ર મુજબ ગાઈડશીપ નિયમ વિરુદ્ધ હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત, ફાળવેલ વિદ્યાર્થીઓ પણ અન્ય ગાઈડને સોંપવામાં આવશે. આ અધ્યાપકો નીચે ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીની ડિગ્રી માન્ય ગણવામાં આવશે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કુલપતિની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. UGC પરિપત્ર મુજબ અધ્યાપકોની છેલ્લા 12 વર્ષથી ચાલતી Ph.D ગાઈડશીપ રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી પ્રથમ વખત હંગામી ધોરણે 60 જેટલા અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે તેમ જાણકારી મળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં પ્રેમ પ્રકરણમાં કરાઇ નિર્દોષની હત્યા,આવી રીતે આવ્યું સત્ય બહાર

આ પણ વાંચો:પાટણ ચાણસ્મા હાઇવે પર ટ્રકે બાઇકને ટક્કર મારતા ગર્ભવતી મહિલાનું મોત

આ પણ વાંચો:પાટણમાં સમી-રાધનપુર હાઇવે ગોઝારો અકસ્માત, 6ના મોત