Gujarat News/ ઈદની રજાની તારીખમાં ફેરફાર,હવે 28મીએ જાહેર રજા

ઈદ-ઉલ-અઝહા (Eid) મુસ્લિમ સમાજનો મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે અને દર વર્ષે ચાંદના દર્શન અનુસાર તેની તારીખ નક્કી થતી હોવાથી ક્યારેક જાહેર રજામાં ફેરફાર કરવો પડે છે.

Top Stories Gujarat
ગુજરાત સરકારે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) (Eid)ની જાહેર રજાની તારીખમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે

Gujarat News : ગુજરાત સરકારે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) (Eid)ની જાહેર રજાની તારીખમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. અગાઉ જાહેર કરાયેલા સરકારી જાહેર રજાના કેલેન્ડર મુજબ 27 મે 2026, બુધવારના રોજ રજા જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે નવી સૂચના અનુસાર 28 મે 2026, ગુરુવારના રોજ જાહેર રજા રહેશે.

સરકારે બહાર પાડેલી સત્તાવાર સૂચના મુજબ રાજ્ય સરકારના તમામ કચેરીઓ, બેંકો તેમજ સરકારી બોર્ડ-નિગમોમાં 28 મેના રોજ રજા અમલમાં રહેશે. જ્યારે 27 મેના રોજ તમામ સરકારી કચેરીઓ અને બેંકો નિયમિત રીતે કાર્યરત રહેશે.

આ નિર્ણય રાજ્ય સરકારના તમામ ઉપક્રમો, પંચાયત કચેરીઓ અને સરકારી સંસ્થાઓ પર લાગુ પડશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્ર બાદ કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને તારીખ અંગે સ્પષ્ટતા મળી છે.

ઈદ-ઉલ-અઝહા (Eid) મુસ્લિમ સમાજનો મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે અને દર વર્ષે ચાંદના દર્શન અનુસાર તેની તારીખ નક્કી થતી હોવાથી ક્યારેક જાહેર રજામાં ફેરફાર કરવો પડે છે.


આ પણ વાંચો : મોદીએ ઈરાનને ઈદ મુબારક પાઠવી, રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત

આ પણ વાંચો : ઈદના પવિત્ર દિવસે જ વિરોધનો સૂર! અમદાવાદમાં UCC સામે AIMIM ના ઉગ્ર દેખાવો, કાર્યકર્તાઓની અટકાયત

આ પણ વાંચો : ઈદનો ચાંદ દેખાતા શનિવારે ઉજવણી,ખરીદદારોની ભીડ