PATNA NEWS/ ઈદનો ચાંદ દેખાતા શનિવારે ઉજવણી,ખરીદદારોની ભીડ

Eid ની જાહેરાત બાદ બજારોમાં ભારે રોનક જોવા મળી

India
શુક્રવારે સાંજે ઈદનો ચાંદ દેખાતા જ ઈદ (Eid)લ-ફિત્ર શનિવાર, 21 માર્ચે ઉજવાશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે

Patna News : શુક્રવારે સાંજે ઈદનો ચાંદ દેખાતા જ ઈદ (Eid)લ-ફિત્ર શનિવાર, 21 માર્ચે ઉજવાશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બિહાર, ઝારખંડ અને ઓડિશાના અગ્રણી મુસ્લિમ સંગઠનો—ઈમરત-એ-શરિયત અને ખાનકાહ મુજીબિયા ફુલવારી શરીફ સહિત—એ સંયુક્ત રીતે ચાંદ જોવા મળ્યાની પુષ્ટિ કરી છે.

ઈમરત-એ-શરિયતના કાઝી શરીઅત હઝરત મૌલાના મુફ્તી મુહમ્મદ અંજાર આલમ કાસમી અને ખાનકાહ મુજીબિયા ફુલવારી શરીફના મેનેજર હઝરત મૌલાના સૈયદ શાહ મિન્હાજુદ્દીન કાદરી મુજીબીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે શુક્રવાર રમઝાનનો છેલ્લો દિવસ રહ્યો અને શનિવારે ઈદ(Eid)ની નમાઝ અદા કરવામાં આવશે.

ધાર્મિક આગેવાનો દ્વારા લોકોને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારા સાથે ઈદ ઉજવવા અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ઈદ પ્રેમ, એકતા અને ખુશીઓ વહેંચવાનો તહેવાર છે, તેથી દરેકે મતભેદો ભૂલીને આનંદપૂર્વક ઉજવણી કરવી જોઈએ.

ચાંદ દેખાતાની સાથે જ રાજ્યભરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. લોકો એકબીજાને ગળે મળી “ઈદ મુબારક” પાઠવતા જોવા મળ્યા. ફોન, વોટ્સએપ અને સોશિયલ મીડિયા દ્વારા પણ શુભેચ્છાઓનો પ્રવાહ શરૂ થયો.

ઈદની જાહેરાત બાદ બજારોમાં ભારે રોનક જોવા મળી. ખરીદદારોની ભીડ વધતા ફુલવારી શરીફ સહિત અનેક વિસ્તારોમાં બજારો મોડી રાત સુધી ખચાખચ ભરાયેલા રહ્યા. ઘરો અને મસ્જિદોને સજાવવાની તૈયારી પણ તેજ બની ગઈ, અને ગલીઓથી લઈને મહોલ્લાઓ સુધી ઉત્સવનો માહોલ છવાઈ ગયો.


આ પણ વાંચો : ઈદ પર બનાવો લખનૌની સુપ્રસિદ્ધ કિમામી સેવૈયા…સ્વાદ એવો કે સૌ આંગળા ચાટી જશે..!

આ પણ વાંચો : ઈદ 2026 પર આવશે ‘ધુરંધર 2’, પાંચ ભાષાઓમાં પેન-ઈન્ડિયા રિલીઝ

આ પણ વાંચો : આજે ભારતમાં ઉજવવામાં આવશે બકરી ઈદ, જાણો ઈદને લઈ આટલી મૂંઝવણ કેમ હોય છે?