Dwarka News/ શાંતિપૂર્ણ ઉપવાસ કરવાનો હક પણ સીમિત

દેશમાં હવે આંદોલન કે શાંતિપૂર્ણ Fast કરવાનો હક પણ સીમિત થતો જાય છે

Gujarat Others
અન્ન-જળનો ત્યાગ કરીને ઉપવાસ(Fast) પર બેઠેલા દેવરામભાઈને અંતે જબરદસ્તી ઉપવાસ તોડાવવામાં આવ્યો

Dwarka News : 12 દિવસથી અન્ન-જળનો ત્યાગ કરીને ઉપવાસ(Fast) પર બેઠેલા દેવરામભાઈને અંતે જબરદસ્તી ઉપવાસ તોડાવવામાં આવ્યો. તાલુકા હેલ્થ ઓફિસરે પોલીસને બોલાવી તેમને બળજબરીથી એમ્બ્યુલન્સમાં ખસેડ્યા.

આ ઘટનાથી એવું લાગી રહ્યું છે કે દેશમાં હવે આંદોલન કે શાંતિપૂર્ણ ઉપવાસ કરવાનો હક પણ સીમિત થતો જાય છે. પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા બદલે, તેમના વિરોધમાં અવાજ ઉઠાવનાર લોકોને જ દબાવવા પ્રયાસ થઈ રહ્યો છે.

પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા આ કંપનીની 58 વખત મુલાકાત લેવામાં આવી છે અને 10 વખત નોટિસ પણ આપવામાં આવી છે. છતાંય કંપની દ્વારા દરિયામાં તેમજ આસપાસના ગામોમાં સતત પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે.

આ પરિસ્થિતિ ઘણા ગંભીર પ્રશ્નો ઉભા કરે છે — શું સામાન્ય નાગરિકને પોતાના હક્ક માટે શાંતિપૂર્ણ રીતે લડવાનો અધિકાર હવે બચ્યો છે?


આ પણ વાંચો : શારદીય નવરાત્રિ ઉપવાસના પારણા ક્યારે કરવા? જાણીએ તિથિ, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત…

આ પણ વાંચો : મનોજ જરંગેનો સતત ત્રીજા દિવસે ઉપવાસ ચાલુ, મરાઠા અનામત માટે સરકારી ઠરાવ (GR) જારી કરવાની માંગ

આ પણ વાંચો : મુંબઈમાં મરાઠા આંદોલન તીવ્ર બન્યું, જરંગે આજથી અનિશ્ચિત સમય માટે ઉપવાસ શરૂ કરશે