Ahmedabad News/ સરખેજ હત્યા કેસમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન

ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. આ અથડામણમાં ગણેશ ઠાકોર નામના યુવકનું (Murder) થયું હતું

Gujarat Ahmedabad
પોલીસે આ હત્યા(Murder)કેસમાં કુલ 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે, જેમાંથી 5ની ધરપકડ થઈ ચૂકી છે

Ahmedabad News : અમદાવાદના સરખેજ વિસ્તારમાં સોશિયલ મીડિયા પર મૂકાયેલા વાંધાજનક સ્ટેટસને કારણે એક જ સમાજના બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી, જેમાં એક યુવકનું મોત થયું હતું. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજી ફરાર છે.

આજે (20 માર્ચ) પોલીસે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન (Reconstruction)કરવા માટે પાંચેય આરોપીઓને ઘટનાસ્થળે લાવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં ઉમટ્યા હતા. હથકડી સાથે આરોપીઓને લંગડાતા ચાલતા જોતા લોકોમાં કૌતુક જોવા મળ્યું હતું.

શું હતો વિવાદ?

સરખેજ પોલીસ સ્ટેશનના PIના જણાવ્યા મુજબ, બે દિવસ પહેલા ઠાકોરવાસ વિસ્તારમાં ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. આ અથડામણમાં ગણેશ ઠાકોર નામના યુવકની હત્યા(Murder) થઈ હતી, જ્યારે જયેશ અને નરેશ ઠાકોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

આ ઝઘડાનું મુખ્ય કારણ આશિષ ઠાકોર દ્વારા મોબાઈલ પર મૂકાયેલ વાંધાજનક સ્ટેટસ હતું. સામે પક્ષે વારંવાર આ સ્ટેટસ દૂર કરવા કહ્યું છતાં તે ન હટાવતા વિવાદ ઉગ્ર બન્યો હતો.

ઘટનાની વિગત

ગત મંગળવારે રાત્રે આશરે 6 શખ્સો હથિયારો સાથે આશિષ ઠાકોરના ઘરે પહોંચ્યા હતા. આશિષ ઘરમાં છુપાઈ જતા હુમલાખોરોએ તેના પરિવારજનો પર હુમલો કર્યો હતો. જેમાં ગણેશ ઠાકોરને છરીના ઘા મારતા તેમનું મોત થયું હતું, જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

પોલીસ કાર્યવાહી

પોલીસે આ હત્યા(Murder)કેસમાં કુલ 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે, જેમાંથી 5ની ધરપકડ થઈ ચૂકી છે. હાલ આરોપીઓને રિમાન્ડ પર રાખી વધુ તપાસ ચાલી રહી છે. ઘટનાસ્થળે લઈ જઈને પોલીસે કેવી રીતે ગુનો કરવામાં આવ્યો તેની ડેમોન્સ્ટ્રેશન કાર્યવાહી પૂર્ણ કરી છે.


આ પણ વાંચો : ગાંધીનગર બાળહત્યા કેસ: આરોપી અનિલનું રિકન્સ્ટ્રક્શન, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા!

આ પણ વાંચો : ગુજરાતમાં આવી યુપી,રાજસ્થાન ATSની ટીમો, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન

આ પણ વાંચો : સુરત કોસંબામાં લિવ-ઇન પ્રેમિકાની હત્યા, રવિ શર્મા દિલ્હીથી ઝડપાયો, રિકન્સ્ટ્રક્શન પૂર્ણ