મૂળી હાઇવે પર અવાર નવાર અકસ્માતનાં બનાવો બને છે. ત્યારે સાયલા સર્કલ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વ્યક્તિને ઇજા પહોંચી હતી. જ્યારે એકને ગંભિર ઇજા પહોંચતા તાત્કાલિક દવાખાને ખસેડાયા હતા. મૂળી ગ્રામપંચાયતનાં ઉપસરપંચ ટેમુભા જુવાનસિંહ પરમાર ઘરે જઇ રહ્યા હતા.
આ પણ વાંચો ;Bollywood / અક્ષય કુમારની ‘અતરંગી રે’નું મોશન પોસ્ટર રિલીઝ, આ તારીખે ટ્રેલર થશે લોન્ચ
ત્યારે પેટ્રોલપંપ પાસે કારચાલકે કાબૂ ગુમાવતા બાઈક લઇને જતા ટેમુભાને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે કારમાં સવાર 2 વ્યક્તિને નાની મોટી ઇજાઓ પહોંચતા તાત્કાલિક મૂળી 108નાં જુલાબેન ખોરાણી તેમજ ગિરિરાજસિંહ ઝાલા દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતનાં કારણે ટ્રાફિક થતા હર્ષરાજસિંહ ઝાલા, રાયસંગભાઇ સહિતનાંએ ઘટના સ્થળે જઇ ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.
આ પણ વાંચો ;અમદાવાદ / માણેકચંદ ગુટખાના ડિસ્ટ્રીબ્યુટર પર IT રેડમાં કરોડથી વધુ રોકડ સીલ કરાઇ
મુળી ખાતે મોટરસાયકલ અને ગાડી વચ્ચે પેટ્રોલ પંપ સામે કાર ચાલકના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા હોન્ડાને હડફેટે લેતા મુળીના ઉપસરપંચ ટેમુભા ને ગંભીર ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેઓનું કરૂણ મોત નિપજયું હતું આ અકસ્માતની જાણ થતાં રાજકીય આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં આજે તેઓની સમ્શાનયાત્રામાં મોટીસંખ્યામાં ગામલોકો જોડાયા હતા ઉપસરપંચ એવા ટેમભા તેમનાં હસમુખા સ્વભાવ નાં લીધે નામનાં ધરાવતાં હતાં
મુળીમાં આજે શોકનું વાતાવરણ ફેલાયું હતું.
