Not Set/ ભારતીય અર્થવ્યવસ્થા 6.5%ના દરે વૃદ્ધિ પામશે,આર્થિક પ્રવૃત્તિઓ માટે બે મોટા જોખમોઃયુએન

ભારતીય અર્થવ્યવસ્થા 6.5%ના દરે વૃદ્ધિ પામશે,આર્થિક પ્રવૃત્તિઓ માટે બે મોટા જોખમો પણ છે, સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ભારતના કોરોના રસીકરણ કાર્યક્રમની પ્રશંસા કરી છે. યુએનએ કહ્યું કે ભારતમાં ઝડપી રસીકરણ અભિયાનને કારણે જ દેશની અર્થવ્યવસ્થા હવે મજબૂત માર્ગ પર છે

Top Stories India

ભારતીય અર્થવ્યવસ્થા 6.5%ના દરે વૃદ્ધિ પામશે,આર્થિક પ્રવૃત્તિઓ માટે બે મોટા જોખમો પણ છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ભારતના કોરોના રસીકરણ કાર્યક્રમની પ્રશંસા કરી છે. યુએનએ કહ્યું કે ભારતમાં ઝડપી રસીકરણ અભિયાનને કારણે જ દેશની અર્થવ્યવસ્થા હવે મજબૂત માર્ગ પર છે. આ સાથે નાણાકીય વર્ષ 2022માં ભારતીય અર્થવ્યવસ્થા 6.5 ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન છે.

જો કે યુએનએ પણ ભારતની આર્થિક વૃદ્ધિને અચાનક અટકાવવાની ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે કોલસાની અછત અને તેલના ઊંચા ભાવને કારણે આવનારા સમયમાં ભારતની આર્થિક ગતિવિધિઓ પર બ્રેક લાગી શકે છે

દેશ રસીકરણ મૃદ્દે જે રીતે પ્રગતિ કરી રહ્યો છે તે જોતા લાગે છે કે ભારતની અર્થવ્યવસ્થા હવે મક્કમતા તરફ આગળ વધી રહી છે. સાથે એ વાત પણ સ્પષ્ટ થાય છે કે, જે રીતે દેશમાં કોલસાની અછત વર્તાઇ રહી છે અને તેલના ભાવ આસમાન પર પહોંચ્યા છે તેના કારણે આ પ્રગતિને બ્રેક પણ લાગી શકે છે. પરંતુ જો સતત વદ્ધિ કરે તો દેશની અર્થવ્યવસ્થા 6.5 ટકાના દરે વધવાની શક્યતાઓ જરાય નકારી શકાય તેમ નથી. હવે આગળના સમયમાં ભારતની અર્થવ્યવસ્થા કેટલી જળવાઇ રહે છે અને વૃદ્ધિ દર વધે છે કે કેમ તે જોવુ રહ્યું. જો કે વર્તમાન સમયને  જોતા યુને અનુમાન લગાવ્યુ છે કે દેશનું અર્થતંત્ર પ્રગતિની રાહ પર છે.