ICC T20 World Cup 2024/ ટી-20 વર્લ્ડ કપ માટે રોહિતની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇન્ડિયાનું એલાન, પંતનું પુનરાગમન

વર્લ્ડ કપ રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ રમાશે તે સુનિશ્ચિત થઈ ગયું છે. વિરાટ કોહલીનું સ્થાન તો વર્લ્ડ કપ ટીમમાં નિશ્ચિત જ હતુ, પરંતુ ઇજામાંથી પરત ફરેલા અને આઇપીએલમાં શાનદાર દેખાવ કરનારા રિષભ પંતને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે.

Top Stories India Sports

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની અજીત અગરકરની આગેવાની હેઠળ મળેલી પસંદગી સમિતિની બેઠકમાં અમેરિકા અને વેસ્ટઇન્ડીઝમાં પહેલી જુનથી શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપ રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ રમાશે તે સુનિશ્ચિત થઈ ગયું છે. વિરાટ કોહલીનું સ્થાન તો વર્લ્ડ કપ ટીમમાં નિશ્ચિત જ હતુ, પરંતુ ઇજામાંથી પરત ફરેલા અને આઇપીએલમાં શાનદાર દેખાવ કરનારા રિષભ પંતને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે.

આ ઉપરાંત બોલરામાં મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરા, અર્શદીપસિંહ, યજુવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને સ્થાન મળ્યું છે. જ્યારે રોહિત શર્મા કેપ્ટન છે અને હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન અને ઓલરાઉન્ડર તરીકે સ્થાન મળ્યું છે. આશ્ચર્યજનક રીતે કેએલ રાહુલને સ્થાન મળ્યું નથી. જ્યારે ઇજામાંથી પરત ફરેલા સૂર્યકુમાર યાદવને પણ સ્થાન મળ્યું છે.

ભારતીય ટીમઃ

બેટ્સમેનઃ રોહિત શર્મા (કેપ્ટન) વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ,જયસ્વાલ, શિવમ દુબે

વિકેટકીપરઃ રિષભ પંત, સંજુ સેમ્સન

ઓલરાઉન્ડરઃ  હાર્દિક પંડ્યા,રવિન્દ્ર જાડેજા

બોલરઃ મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરા, અર્શદીપસિંહ,

સ્પિનરઃ  યજુવેન્દ્ર ચહલ,  કુલદીપ યાદવ, અક્ષર પટેલ

રિઝર્વઃ શુબમન ગિલ, રિન્કુસિંઘ, ખલીલ એહમદ અને એ ખાન


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IPLટુર્નામેન્ટમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે થશે ટક્કર

આ પણ વાંચો: કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવ્યું

આ પણ વાંચો: ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનથી હરાવ્યું

આ પણ વાંચો: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 9 વિકેટે હરાવી સિઝનની ત્રીજી જીત નોંધાવી