– CAG શ્રી ગિરીશ ચંદ્ર મુર્મૂની પ્રેરક ઉપસ્થિતિ
– ગુજરાતે સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપનથી પ્રજાના નાણાંનો વિકાસકામો માટે સુચારું ઉપયોગ કર્યો છેઃ સીએમ
– IAAD કચેરી ગાંધીનગર ખાતે સ્થળાંતર થતાં રાજ્ય સરકારના વિભાગો અને AG વચ્ચે સંવાદ-સંકલન વધશે અને સમય-નાણાની બચત થશેઃ મુર્મૂ
– 17,860 ચો. મી.માં નિર્માણ થનારું નવું ભવન અત્યાધુનિક સુવિધાઓ સાથેનું પર્યાવરણને અનુકૂળ ગ્રીન બિલ્ડિંગ હશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે CAG Office ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, CAG અને સરકાર સામસામે હોવાની વર્ષો જૂની માન્યતા બદલીને CAG સરકાર સાથે સાથે રહે તેમજ CAGના સૂચનોને પોઝિટિવ એપ્રોચથી સ્વીકારવાની કાર્યપ્રથા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં સરકારે અપનાવી છે.
સીએમે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ગુજરાતના CAG Office મુખ્યમંત્રી હતાં ત્યારથી કેગ દ્વારા કરવામાં આવતાં ઓડિટના સૂચનને હંમેશા હકારાત્મક રીતે લીધા છે. એટલું જ નહિ, સુદૃઢ નાણાંકીય વ્યવસ્થાપનથી પ્રજાના નાણાનો વિકાસકામો માટે સુચારું ઉપયોગ કર્યો છે. તેના પરિણામે આજે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. વર્ષ 1995માં રાજ્યનું બજેટ માત્ર 12 હજાર કરોડ રૂપિયા હતું તે વધીને આ વર્ષે ત્રણ લાખ કરોડથી પણ વધુનું થયું છે, જે રાજ્યના નાણાંકીય વ્યવસ્થાપન અને કરકસરપૂર્વકના વહીવટની સાબિતી છે.
પટેલે કહ્યું હતું કે, ગત એપ્રિલમાં 1.87 લાખ કરોડનું CAG Office રેકોર્ડબ્રેક જીએસટી કલેક્શન સૂચવે છે કે દેશના દરેક ક્ષેત્રમાં ધંધા રોજગારનું પ્રમાણ સારું છે. ઉદ્યોગ-વ્યવસાય માટે જરૂરી એવી વીજળી, પાણી અને તમામ પ્રકારની કનેક્ટિવિટી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
તાજેતરના ભારત સરકારના એક અહેવાલ મુજબ ગુજરાત સૌથી વધુ રોજગારી પૂરું પાડતું રાજ્ય છે. રાજ્ય સરકાર દ્વારા યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટે દેશ અને દુનિયાને ઉદ્યોગ-ધંધા માટે સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે દુનિયાનો દરેક દેશ ભારત સાથે બિઝનેસ કરવા ઈચ્છે છે અને એમાંય ગુજરાત ઉદ્યોગ-વ્યવસાય માટે મોસ્ટ ફેવર્ડ ડેસ્ટિનેશન રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ અત્યાર સુધી અમદાવાદ અને રાજકોટ એમ બે સ્થળે કાર્યરત AG ઓફિસ હવે પાટનગર ગાંધીનગરમાં આવનારા દિવસોમાં કાર્યરત થશે. તેથી પરસ્પર સંકલન વધુ સક્ષમ-ઝડપી બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક ગિરીશ ચંદ્ર મુર્મૂએ CAG Office પ્રસંગોચિત ઉદબોધનમાં કહ્યું કે, ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટની કચેરીનું ગાંધીનગર ખાતે સ્થળાંતર થવાથી રાજ્ય સરકાર અને વિભાગ વચ્ચે સંવાદ-સંકલન વધશે અને સમય-નાણાની બચત થશે. તેમજ રાજ્ય સરકાર અને વિભાગ વચ્ચે સમયસર જવાબ રજૂ કરવા અને ચર્ચા કરવા માટે સમય ઘટશે. આથી ઓડિટ સંબંધિત અગાઉના પડતર પ્રશ્નોનું પણ વહેલી તકે નિરાકરણ આવશે. તેમજ પરસ્પર પત્ર-વ્યવહાર અને તાલમેલ અંગેની કઠણાઈ ઘટશે તથા અધિકારીઓના સમય, ઊર્જા અને પ્રવાસ ખર્ચમાં પણ બચત થશે.
શ્રી મુર્મૂએ વધુમાં કહ્યું હતું કે, નિર્માણ થનારું નવું ભવન CAG Office અત્યાધુનિક સુવિધાઓ સાથેનું પર્યાવરણને અનુકૂળ ગ્રીન બિલ્ડિંગ હશે. આ કાર્યાલય રાજ્ય સરકારના લગભગ 50 હજાર જેટલા કર્મચારીઓનું પીએફ પણ સંભાળે છે અને સરકારી તિજોરીનું વાર્ષિક નિરીક્ષણ પણ કરે છે. ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા 17860 ચોરસ મીટર જમીન આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો.
આ પણ વાંચોઃ Seema Haider/ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરે વિઝા વિના ભારત આવવાનો રસ્તો બતાવ્યો
આ પણ વાંચોઃ Gujarat Rain Third Round/ વરસાદનો ત્રીજો રાઉન્ડ બીજા રાઉન્ડ કરતાં પણ ભયજનક હશેઃ અંબાલાલ
આ પણ વાંચોઃ JK-Terrorist Arrested/ જમ્મુ અને કાશ્મીર: સુરક્ષા દળોને મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓની ધરપકડ
આ પણ વાંચોઃ Seema Haider Case/ સીમા હૈદર કેસના તે પાંચ વણ ઉકેલાયા પ્રશ્નો, દરેક વ્યક્તિ જાણવા માંગે છે જવાબ
આ પણ વાંચોઃ Nomination/ ગુજરાતમાં ભાજપના રાજ્યસભાના બંને ઉમેદવારોનું નામાંકન
