Gujarat surat/ સુરત એસ ટી વિભાગ દ્વારા દિવાળી એક્સ્ટ્રા બસોને લીલી ઝંડી અપાઈ

સુરત એસ ટી વિભાગ દ્વારા ખાસ દિવાળી વેકેશનને લઈ સૌરાષ્ટ્ર તરત તેમજ ઉત્તર ગુજરાત સહિત તમામ જગ્યા માટે 2400 એક્સ્ટ્રા એસ ટી બસોની ફાળવણી કરી છે.

Gujarat Surat

@દિવ્યેશ પરમાર

Surat News: સુરત એસ ટી વિભાગ દ્વારા ખાસ દિવાળી વેકેશનને લઈ સૌરાષ્ટ્ર તરત તેમજ ઉત્તર ગુજરાત સહિત તમામ જગ્યા માટે 2400 એક્સ્ટ્રા એસ ટી બસોની ફાળવણી કરી છે.જેમાં આજરોજ સૌરાષ્ટ્ર તરફ જતી એસ ટી એક્સ્ટ્રા બસો ને લીલી ઝંડી આપી રવાના કરાઈ હતી.જેમાં સુરત મેયર તેમજ ધારાસભ્ય અને એસ ટી ડીસી ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં દિવાળી પર્વને લઈ હીરા ઉદ્યોગમાં વેકેશન જાહેર થયું છે.જેને લઈ મોટી સંખ્યામાં લોકો દિવાળી પોતાના વતનમાં કરવા માટે જતા હોય છે.આવા સંજોગોમા ખાનગી બસ સંચાલકો પોતાની મનમાની ચલાવી મુસાફરો પાસેથી ડબલ ભાડું લઈ લેતા હોય છે.જેથી આ વર્ષે સુરત એસ ટી વિભાગ દ્વારા 2400 જેટલી સમગ્ર ગુજરાત માં વિવિધ જગ્યાએ જવા માટે એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવી છે.ગત વર્ષ કરતા આ વર્ષે 300 બસ વધુ ફાળવવા માં આવી છે.મુસાફરોને વ્યાજબી ભાવે મુસાફરી કરવા મળે તે માટે એસ ટી વિભાગ દ્વારા ટીકીટ લન ઓનલાઈન અને ઓફલાઇન બને રીતે બુકીંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

બીજી તરફ વાત કરીએ તો બસ માં બેસવા માટે અલગ અલગ જગ્યા પણ ફાળવવામાં આવી છે અને તેમાં ગ્રુપ બુકીંગ હોય તો એસ ટી તમામ મુસાફરો ને ઘરેથી લઈ જાય છે.ખાનગી બસ સંચાલકોની મનમાનીને પગલે સુરત એસ ટી વિભાગને મોટો ફાયદો થઈ રહ્યો છે.જેથી મોટી સંખ્યામાં મુસાફરો એસ ટી બસમાં મુસાફરી કરી રહ્યા છે.જેથી આજરોજ સૌરાષ્ટ્ર તરફ જતી એસ ટી બસ ને લીલી ઝંડી આપવામાં આવી હતી.અને સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી,ધારાસભ્ય કુમાર કાનાણી તેમજ એસ ટી ડીસી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌરાષ્ટ્ર તરફ બસો રવાના કરાઈ હતી.



આ પણ વાંચો:રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ

આ પણ વાંચો:DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા

આ પણ વાંચો:માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો