અમદાવાદમાં વિચિત્ર પ્રકારના કિસ્સા એક પછી એક સામને આવી રહ્યા છે. અંધ વિશ્વાસમાં ભરપૂર માનતા લોકો માટે આ કિસ્સો ખુબજ ઉદાહરણપૂર્વક છે.દરિયાપુર વિસ્તારમાં એવી ઘટના બની કે તમે વાંચીને ચોકી જશો કે આવા પણ લોકો પૃથ્વી ઉપર વસે છે ખરા…
દરિયાપુર વિસ્તારમાં આવેલી વાડી ગામમાં રહેતી ગાયત્રી બેન વાઘેલા ગઈ કાલે સવારે પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે તેજ વિસ્તારમાં રહેતો મોહન મરાઠી નામનો ઈસમ તેમની પાસે આવ્યો હતો. યુવકે ગાયત્રી બેનને જાનથી મારી નાખવાની ધમકી આપીને કહ્યું હતું કે, “તમોએ મારી ઉપર માતા મૂકી છે, હું તમને અને તમારા ઘરને નહિ છોડું” એમ કહીને તે યુવકે ગાયત્રી બેનને જોરથી એક લાફો મારી દીધો હતો. ગભરાઈ ગયેલી મહિલાએ પોતાનો બચાવ કરવા માટે ઘરમાં ઘુસી ગઈ હતી અને ઘરના સભ્યોને સમગ્ર વિગતો જણાવીને પોલીસની મદદ મેળવી હતી.
આ મામલે ગાયત્રી બેને દરિયાપુર પોલીસ સ્ટેશનમા મોહન મરાઠીની સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી.
