Mahisagar News : ACB એ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા આવાસના હપ્તાની ટકાવારી પેટે લાંચ લેતા સરપંચ પિતા અને અન્ય 1ની ધરપકડ કરવામાં આવી, મહીસાગરના એક ગામ કડાણાના રાજનપુર ગ્રામ પંચાયતના સરપંચ પિતા 20 હજારની લાંચ લેતા ઝડપાયા છે. PM આવાસ યોજનામાં પ્રથમ અને બીજા હપ્તા માટે લાંચ માંગી હતી. જીલ્લા ACB દ્વારા બને આરોપીની અટકાયત કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મલેકપુર ચોકડી પાસે આજે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ ગોઠવીને 2 વ્યક્તિઓને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ ઘટનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા આવાસના હપ્તાની ટકાવારી પેટે રૂ. 20,000ની લાંચ લેવામાં આવી હતી.
ફરિયાદીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજૂર થયું હતું, જેના પ્રથમ અને બીજા હપ્તા તેમના બેંક ખાતામાં જમા થઈ ગયા હતા. આ હપ્તાની ટકાવારી રૂપે આરોપી દિગ્વિજયસિંહ અભેસિંહ પુવાર (ઉં.વ. 54)એ રૂ. 22,500ની માંગણી કરી હતી. ત્યારબાદ ફરિયાદીએ સરપંચના બદલે કામગીરી કરતા અરવિંદભાઈ ભુરાભાઈ વાગડિયા (ઉં.વ. 45) સાથે વાતચીત કરી હતી, જેમણે રૂ. 20,000ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મહીસાગર એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ટ્રેપ ગોઠવી હતી, જેમાં આરોપી દિગ્વિજયસિંહે ફરિયાદી સાથે વાતચીત કરીને રૂ. 20,000ની લાંચ સ્વીકારી હતી. આ સાથે જ અરવિંદભાઈ પણ પકડાઈ ગયા હતા. આ ટ્રેપ ઓપરેશન પો.ઈન્સ. એમ.એમ. તેજોતે કર્યું હતું, જ્યારે સુપરવિઝન મદદનીશ નિયામક બી.એમ. પટેલે કર્યું હતું. આ ઘટનાએ ભ્રષ્ટાચાર સામે લડવાની એસીબીની પ્રતિબદ્ધતાને ફરી એકવાર સાબિત કરી છે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમા
