ન્યુનતમ મજૂરી વધારવાની માંગ વચ્ચે સરકાર રોજગાર ગેરંટી યોજના મનરેગાના દૈનિક વેતન માં સંશોધન પર વિચાર કરી શકે છે. જો માનરેગાની મજૂરીમાં સંશોધન થાય છે તો આવતા વર્ષે લોકસભા ચૂંટણી આસપાસ થશે. છેલ્લે 2009માં જયારે બે વખત મજૂરીમાં સંશોધન કરવામાં આવ્યું હતું, તો અનેક સમસ્યા સામે આવી હતી. કેટલાક રાજ્યોએ એ સમયે મનમાની રીતે ન્યુનતમ મજૂરી માં વધારો કર્યો હતો. મનરેગા હેઠળ બિહાર અને ઝારખંડમાં દૈનિક વેતન 168 રૂપિયાથી લઈને હરિયાણામાં 281 રૂપિયા છે. જોકે, બિહારમાં એપ્રિલ 2018થી પ્રભાવી ન્યુનતમ મજૂરી 237 રૂપિયા છે. વળી, ઝારખંડમાં 210 રૂપિયા છે.

એક સરકારી અધિકારીએ નામ જાહેર ન કરવાની શરત પર જણાવ્યું કે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીઓની ઉચ્ચસ્તરીય કમિટી નક્કી કરશે મજૂરીમાં કેટલો વધારો કરવામાં આવશે. આના ફાઇનાન્શિયલ ઈમપ્લેમેન્ટેશનની જવાબદારી કેન્દ્રની રહેશે. અધિકારીના જણાવ્યા મુજબ ક્ષેત્રીય સંમેલનમાં ઓછી મજૂરીનો મુદ્દો પણ સામે આવ્યો હતો.
સરકારે છેલ્લા ચાર વર્ષમાં મનરેગા મજૂરીને લઈને બે કમિટીઓ બનાવી છે. આમાં પહેલી કમિટી પ્રોફેસર મહેન્દ્ર દેવની અધ્યક્ષતામાં બનાવાઈ હતી,જેમણે કૃષિ મજૂરો માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અનુસાર સંબંધિત રાજ્ય અથવા હાલના ન્યુનતમ મજૂરીના હિસાબથી ચુકવણી કરવાની ભલામણ કરી હતી. વળી, 2016માં બનવાવામાં આવેલી નાગેશ સિંહ કમિટીએ કહ્યું હતું કે બંને મજૂરીને અલાઇન કરવાની જરૂર નથી.

સિંહ કમિટીએ બંને મજૂરીને અલાઇન કરવા માટે 4500 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન દર્શાવ્યું છે. આ ઉપરાંત ઇન્ડેક્સ કેલ્ક્યુલેશન માટે સીપીઆઇ-અગ્રિકલ્ચરથી સીપીઆઇ-રૂરલમાં શિફ્ટ કરવાથી 2,500 કરોડ રુપીયાનો વધારાનો બોજ પડી શકે છે. સરકારે 2018-19 માં મનરેગા માટે 55,000 કરોડનું બજેટ નક્કી કર્યું છે.
