Not Set/ નાદારીનાં આરે ઉભેલા પાકિસ્તાને સંરક્ષણ બજેટમાં મૂક્યો કાપ

“ચોરનાં વાદે ચણા ઉપાડવા જાય તો આવા હાલ થાય” કહેવત આજ કાલ પાકિસ્તાનને બરોબર ફિટ બેસે છે. નાદારીનાં આરે ઉભેલા પાકિસ્તાન ના છુટકે  “અંગુર ખટ્ટા હૈ” એવુ કહેતું જોવા મળી રહ્યું છે. જી હા પાકિસ્તાને પોતાનાં સરક્ષણ બજેટમાં જબરદસ્ત કાપ મુક્યો છે. આમતો પાકિસ્તાન પાસે કાપ મુકવા સિવાય કોઇ બીજો આરો પણ ન હતો. પાકિસ્તાનની આર્થિક […]

Top Stories World

“ચોરનાં વાદે ચણા ઉપાડવા જાય તો આવા હાલ થાય” કહેવત આજ કાલ પાકિસ્તાનને બરોબર ફિટ બેસે છે. નાદારીનાં આરે ઉભેલા પાકિસ્તાન ના છુટકે  “અંગુર ખટ્ટા હૈ” એવુ કહેતું જોવા મળી રહ્યું છે. જી હા પાકિસ્તાને પોતાનાં સરક્ષણ બજેટમાં જબરદસ્ત કાપ મુક્યો છે. આમતો પાકિસ્તાન પાસે કાપ મુકવા સિવાય કોઇ બીજો આરો પણ ન હતો. પાકિસ્તાનની આર્થિક હાલત છેલ્લા કેટલા  સમયથી એકદમ ખસ્તા છે. વિશ્વનાં ઘણા દેશ પાસે પાકિસ્તાન આર્થિક મદદની ભિખનો કટોરો ફેરવી આવ્યું છે. પંરતુ હાલની વૈશ્વિક મંદી અને રહેનુમાં દેશોએ પણ પાકિસ્તાનને નિરાશ કરતા હવે નાહકની શસ્ત્ર દોટ પાકિસ્તાનને પોષાય તેમ નથી. આમ પણ પાકિસ્તાન અને પૂરા વિશ્વને ખબર છે અને ઇતિહાર પણ ગવાહ છે કે ભારતે કોઇ દિવસ કોઇ પણ દેશનાં સર્વેભૌમત્વ પર પહેલ કરી તરાપ મારી નથી. ત્યારે પાકિસ્તાને પોતાના સરક્ષણ બજેટમાં કટોતી કરી ભારત માટે પણ સારા સમાચાર અને અણસારો આપ્યા છે તેવું કહેવુ સાવ આયોગ્ય ન કહી શકાય.

પાકાના ખજાનો ખાલી, પ્રથમ વખત સંરક્ષણ બજેટમાં કાપ મૂક્યો, ભારત 6 ગણા આગળ

પાકિસ્તાનને મોડા મોડા પણ હવે તેની ભૂલ સમજાય

પાકિસ્તાનને હવે તેની ભૂલ સમજાય છે. અત્યાર સુધી પાકે ભારતની દેખાદેખી કરવામાં દેશની અર્થવ્યવસ્થાને પાયમાલ કર્યે રાખી છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ છે કે પાક હાલ વૈશ્વિક નાદારીની કગાર પર પહોંચી ગયું છે. પાકિસ્તાનમાં થોડા સમય પહેલા સત્તારુઢ થયેલ ઇમરાનખાન આ વાત ભલી ભાંતી સમજી ચૂક્યા છે અને એટલા માટે જ અર્થતંત્રને પાટા પર ચડાવવાનાં તમામા પ્રયત્નો કરી રહ્યા છે. સંરક્ષણ બજેટમાં કાપએ ઇમરાનનું પાકની આર્થિક સ્થિતિ સુધારવા તરફનું જ પગલું છે.પાકાના ખજાનો ખાલી, પ્રથમ વખત સંરક્ષણ બજેટમાં કાપ મૂક્યો, ભારત 6 ગણા આગળ

પાકિસ્તાન પર છે આટલું દેવું
2018માં પાકે સંરક્ષણ બજેટ માટે 80 હજાર કરોડ ફાળવ્યા હતા. આટલું બજેટ ફાળવનાર પાકિસ્તાન વિશ્વોનો  20મો દેશ હતો. વર્ષ 2018નાં આંકડાઓ મુજબ છેલ્લા દાશકામાં પાકિસ્તાનનું દેવું રૂ .28 લાખ કરોડથી  પહોંચી ગયું છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના એક અહેવાલ મુજબ 2018 માં પાકિસ્તાનનો કુલ સંરક્ષણ ખર્ચ 11.4 અબજ ડોલર હતો. આ ખર્ચ પાકિસ્તાનના કુલ GDPના 4% જેટલો હતો. દેવાનું પ્રમાણ અને તેના પાકિસ્તાન પર GDPનાં પ્રમાણમાં દેવાનો બોજ 70%  પહોંચી ગયો છે.

પાકાના ખજાનો ખાલી, પ્રથમ વખત સંરક્ષણ બજેટમાં કાપ મૂક્યો, ભારત 6 ગણા આગળ

ભારત – અમેરિકાનું આટલું છે સંરક્ષણ બજેટ

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના અહેવાલ અનુસાર ભારતનો સંરક્ષણ બજેટ 2018 માં 3.18 ટકા વધીને 66.5 અબજ ડોલર થયો હતો, જ્યારે પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ 11 ટકા વધીને 11.4 અબજ ડોલર થયું હતું. સંરક્ષણ બજેટનાં મામલે  કિસ્સામાં અમેરિકા 649 બિલિયન ડોલર્સનાં આંકડા સાથે વિશ્વમાં ટોચ પર હતું