Gujarat Local Body Election 2026/ અમદાવાદના ખોખરામાં મતદારનો પારો ફાટ્યો

અમદાવાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે ત્યારે ખોખરા વોર્ડના લોકોની સમસ્યા ઠેરની ઠેર છે. ખોખરા વોર્ડના રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષમાં આ વિસ્તારમાં ભાજપના લોકોએ કે તેમના તંત્રએ કશું કામ જ કર્યુ નથી. વિકાસની વાત તો બાજુએ રહી, પરંતુ જે રોજિંદા કાર્યો જેવા કે રસ્તાઓની સાફસૂફી તે પણ માંડ-માંડ થાય છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે અને રાજકીય પક્ષો વચ્ચે રસ્સાખેંચ અને મતદારોને આકર્ષવાની કવાયત તીવ્ર બની છે. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બધા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ભાજપે પણ તેનો પ્રચાર વધુ આક્રમક કરવા લાગ્યો છે. બનાસકાંઠામાં ભાજપનો જબરદસ્ત પ્રચાર ચાલી રહ્યો છે. તેની સામે પ્રચાર કરવા જનારા શાસક પક્ષના કાર્યકરો અને ઉમેદવારોને પણ લોકોના આકરા મિજાજનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે ત્યારે ખોખરા વોર્ડના લોકોની સમસ્યા ઠેરની ઠેર છે. ખોખરા વોર્ડના રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષમાં આ વિસ્તારમાં ભાજપના લોકોએ કે તેમના તંત્રએ કશું કામ જ કર્યુ નથી. વિકાસની વાત તો બાજુએ રહી, પરંતુ જે રોજિંદા કાર્યો જેવા કે રસ્તાઓની સાફસૂફી તે પણ માંડ-માંડ થાય છે.

આશ્ચર્યની વાત તો એ છે કે અહીં લોકોની નારાજગી સમજી ગયા હોય તેમ ભાજપના કાર્યકરો પ્રચાર કરવા જ આવ્યા નથી. આ તો કોંગ્રેસના કાર્યકરો પ્રચાર કરવા માટે ગયા ત્યાં લોકોએ તેમની સમક્ષ આક્રોશ ઠાલવ્યો. લોકોએ પ્રચાર માટે ગયેલા કોંગ્રેસના કાર્યકરો સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી કે ભાજપના કોર્પોરેટરો કે કાર્યકરો પાંચ વર્ષમાં દેખાયા પણ નથી. આ વિસ્તારના લોકોના કામ થયા નથી. આ વિસ્તારના લોકો તંત્ર સમક્ષ રજૂઆત માટે જાય છે તો તંત્ર અમારી ફરિયાદ કાને ધરતું નથી. કોર્પોરેટરો ફોન ઉપાડતા નથી.

લોકોના આક્રોશનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. લોકોએ પણ તેના આકરા પ્રતિભાવ આપવા માંડ્યા છે. આના પગલે જે-જે વિસ્તારમાં તંત્ર નિષ્ફળ ગયું છે અથવા તો અપેક્ષા મુજબના કાર્યો થયાં નથી તે લોકોએ પણ બળાપો ઠાલવ્યો હતો. આમ આ વખતે અમદાવાદના ખોખરા વોર્ડમાં ભાજપ માટે કપરા ચઢાણ છે. આ વોર્ડની બેઠકો જીતવી ભાજપને ભારે થઈ પડે તેમ છે.

જો કે ભાજપે પણ સ્વીકારી લીધું છે કે દરેક ચૂંટણીમાં અમદાવાદમાં અમુક વોર્ડ તો તેમણે ભૂલી જ જવાના છે. તેઓએ ખોખરા વોર્ડ અંગે પણ આ પ્રકારની વાત સ્વીકારી લીધી લાગે છે. તેથી તેનો કોઈ ઉમેદવાર અહીં પ્રચાર માટે ફરકવાની તસ્દી સુદ્ધા પણ લેતો નથી.


આ પણ વાંચો: ગુજરાતની પ્રજા 26મીએ કોંગ્રેસને જવાબ આપશેઃ રીવાબા, કોણ છે વિજેતા 28મીએ ખબર પડશેઃ નયનાબા

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં વિકાસના નામે વાતોના વડાને લઈને ભારે કચવાટ

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ