Ahmedabad News/ બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ ઓપરેશન : જેમની પાસે પાસપોર્ટ છે તેમણે કેવી રીતે મેળવ્યા તેની તપાસ થશે

પોલીસ દ્વારા 400 લોકોનું વેરિફિકેશન પૂર્ણ કરાયું

Gujarat Ahmedabad

Ahmedabad News : પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓ વિરૂધ્ધ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ દ્વારા 400 લોકોનું વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ વેરિફિકેશન દરમ્યાન મહત્વની હકીકત આવી સામે આવી છે. પાસપોર્ટ વિભાગે ચંડોળાના 500 લોકો પાસે પાસપોર્ટ હોવાનો ખુલાસો કર્યો છે. બીજીતરફ મોટાભાગના લોકો પાસે પાસપોર્ટ ન હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલીકના જણાવ્યા મુજબ હજી સુધી કોઈ પાસે પાસપોર્ટ હોવાનું જાણવા મળ્યું નથી, પરંતુ અમે તપાસ કરીશું.કદાચ 5થી 10 લોકો પાસે હોઈ શકે. કોઈ પાસે બાંગલાદેશના પુરાવા હોઈ શકે છે. કોઈ બાંગ્લાદેશી પાસેથી ભારતીય પુરાવા પણ મળી શકે છે. મોટાભાગના ઈન્ડીયન સિટીઝન પાસે પાસપોર્ટ હશે. કેટલાક પાકિસ્તાની સિટીઝન હોઈ શકે છે. તે સિવાય પાસપોર્ટ કેવી રીતે મેળવ્યા તેનું વેરિફિકેશન થાય છે.

તે સિવાય પાસપોર્ટ કાયદેસર રીતે મેળવ્યો છે કે કેમ તેની પણ તપાસ ચાલે છે. પાસપોર્ટ માટે જે દસ્તાવેજો રજૂ કર્યા છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. જ્યારે પોલીસે પકડેલા 890 શકમંદો ની તપાસમાં પાસપોર્ટ બાબતે હકીકત તપાસવામાં આવશે. ચંડોળાના ગેરકાયદેસર વસવાટ કરનારાઓ પાસે પાસપોર્ટ કેવી રીતે આવ્યા? તે પ્રશ્ન ઉભો થયો છે. ગેરકાયદે વસવાટ કરતા પરદેશીઓ પાસે ભારતીય પાસપોર્ટ બાબતે વિદેશ મંત્રાલય પણ તપાસ કરી શકે છે.

ચંડોળાથી ડિટેન કરાયેલા લોકોની પોલીસ દ્વારા માઇક્રો લેવલે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW, ઝોન-6 અને પોલીસ હેડ કવાર્ટરની ટીમોએ મળીને સયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સવારના 3 વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 470 પુરુષ અને બાકીના મહિલાઓ અને બાળકો છે. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઈમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હર્ષ સંઘવીએ પાકિસ્તાનીઓને ગુજરાત છોડવાની ડેડલાઇન આપી,જાણો ક્યારે છોડવું પડશે

આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ

આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,