Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાના લુદરા ગામ નજીક ચોંકાવનારી ઘટના બની છે. ગામની સીમમાં કેટલાક અજાણ્યા શખ્સોએ તાંત્રિક વિધિ કરીને બકરાની બલી ચડાવ્યાનો આરોપ મૂક્યો છે. આ બનાવથી ગ્રામજનો તથા પશુપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.
માહિતી મુજબ, લુદરા ગામની સીમમાં અંધશ્રદ્ધા હેઠળ તાંત્રિક વિધિ યોજાઈ હતી. આ વિધિ દરમ્યાન એક બકરાની બલી ચઢાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, બનાવના સ્થળેથી મૃત બકરો મળ્યો. સાથે લાલ ચૂંદડી અને અન્ય વિધિ માટે વપરાયેલ સામાન પણ મળ્યો. ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ કાવતરા વિધિ હતી.
[fvplayer id=”132″]
પોલીસને જાણ
સ્થાનિકોએ આ બનાવની જાણ થતા તરત જ પોલીસને બોલાવી હતી. દિયોદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃત બકરો તથા અન્ય સામાન કબજે લીધો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ વિધિ કોણે કરી હતી અને કયા હેતુસર કરવામાં આવી હતી.
પશુપ્રેમીઓમાં રોષ
પશુપ્રેમીઓએ આ બનાવને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેની માંગ છે કે આવી અંધશ્રદ્ધા સમાજમાં ફેલાતી અટકાવવી જરૂરી છે. બકરાની બલી ચઢાવનાર તાંત્રિક અને ભુવાજી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. દિયોદર પોલીસને લેખિતમાં રજૂઆત કરીને ન્યાયની માંગણી કરવામાં આવી છે.
અંધશ્રદ્ધા સામે પ્રશ્નો
આ બનાવ ફરી એકવાર અંધશ્રદ્ધાના મુદ્દાને ચર્ચામાં મૂક્યો છે. ટેક્નોલોજીના યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં તાંત્રિક વિધિઓના નામે પ્રાણીઓની બલિદાન આપવાની પરંપરા હજુ સુધી જીવંત છે. સામાજિક કાર્યકરોનું કહેવું છે કે આવી કૃત્યો માત્ર કાયદેસર ગુના જ નહીં પરંતુ માનવતાના વિરુદ્ધ છે. કાનૂની જોગવાઈઓ હોવા છતાં આવા બનાવો થતા રહે છે, જે ચિંતાજનક છે.
પોલીસની કાર્યવાહી
દિયોદર પોલીસે હાલ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. પોલીસે કહ્યું છે કે “કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધા અને પ્રાણીઓની બલી સમાજમાં સહન કરવામાં આવશે નહીં.” પોલીસ ઘટના પાછળના તાંત્રિક અથવા ભુવાજીની ઓળખ કરવા પ્રયત્નશીલ છે.
લુદરા ગામની આ ઘટના માત્ર એક પ્રાણીની બલી નથી, પરંતુ સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા અને અવિજ્ઞાનિક માન્યતાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. હવે જોવાનું એ છે કે પોલીસ કેવી રીતે તપાસ આગળ વધારે છે અને દોષિતોને કાનૂની સજા અપાવે છે કે નહીં. સમાજના જાગૃત વર્ગોનું કહેવું છે કે આવી ઘટનાઓ પર રોક લગાવવી અને લોકોમાં જાગૃતિ ફેલાવવણો સમય છે.
આ પણ વાંચો:મંજૂરી માટે શહેરમાં 66 ગરબા આયોજકોએ અરજી કરી, એકપણ આયોજકને પોલીસે મંજૂરી આપી નથી
આ પણ વાંચો:કેમ યુવાનોમાં વધ્યું ‘OG મંડલી’નું આકર્ષણ?, પારંપારિક ગરબામાં..
આ પણ વાંચો:વડોદરામાં સગીરા પર દુષ્કર્મ, વિધર્મીએ 12 સાયન્સની વિદ્યાર્થીનીને ગરબા રમવા કર્યું દબાણ
