ઉમેદવારી (Candidacy)ફોર્મ પરત ખેંચવાનો(Withdrawal) છેલ્લો દિવસ હોવાથી રાજ્યભરમાં રાજકીય હલચલ
સુરતમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને વિવાદ ઉભો થયો હતો, જ્યાં SOG ટીમ તેમને તેમના નિવાસસ્થાન પરથી લઈ ગઈ હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બંને તરફથી લાતો અને ધક્કામુક્કી સુધી વાત પહોંચી હતી.
વડોદરામાં પણ કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોંચતા કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો અને ઉમેદવારની કારના કાચ તોડી નાખ્યા હતા.

પાલનપુરમાં ભાજપ પર આરોપ છે કે મહિલા ઉમેદવારને દબાણ હેઠળ ફોર્મ પરત ખેંચાવવામાં(Withdrawal) આવ્યું હતું. આ ઘટનાએ રાજકીય તણાવ ને વધુ તેજ બનાવ્યો છે.
કોંગ્રેસે પોતાના ઉમેદવારોને પક્ષાંતર અથવા દબાણથી બચાવવા માટે તેમને ગુપ્ત સ્થળે ખસેડવાની વ્યૂહરચના અપનાવી છે.
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીઓ 26 એપ્રિલે યોજાવાની છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થયા બાદ હવે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા અંતિમ તબક્કે છે, જેના કારણે બપોર સુધીમાં સ્પષ્ટ થશે કે કયા ઉમેદવારો મેદાનમાં રહેશે.
આ સમગ્ર પરિસ્થિતિએ રાજ્યના રાજકીય માહોલને વધુ તંગ અને રસપ્રદ બનાવી દીધો છે.
| ક્રમ | નામ | પક્ષ | વોર્ડ / વિસ્તાર | સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા |
|---|---|---|---|---|
| 1 | વારિસ સૈયદ | કોંગ્રેસ | સરખેજ વોર્ડ | અમદાવાદ કોર્પોરેશન |
| 2 | રમીલા ઠાકોર | કોંગ્રેસ | થલતેજ વોર્ડ | અમદાવાદ કોર્પોરેશન |
| 3 | કનુભાઈ પ્રજાપતિ | કોંગ્રેસ | વોર્ડ-11 | વડોદરા કોર્પોરેશન |
| 4 | ઈન્દુબેન પરમાર | કોંગ્રેસ | વોર્ડ-6 | ભાવનગર કોર્પોરેશન |
| 5 | આરતીબેન ઠાકોર | કોંગ્રેસ | વોર્ડ-1 | પાલનપુર નગરપાલિકા |
| 6 | અરવિંદ પાટણવાડીયા | કોંગ્રેસ | લીંગસ્થળી | ડભોઈ તાલુકા પંચાયત |
| 7 | મુમતાઝબેન દલ | કોંગ્રેસ | ગળોદર | માળીયા હાટીના તાલુકા પંચાયત |
| 8 | સાકરબેન સુત્રેજા | AAP | વોર્ડ-3 | કેશોદ નગરપાલિકા |
| 9 | દક્ષાબેન કેશવાલા | AAP | સોંદરડા | કેશોદ તાલુકા પંચાયત |
| 10 | મીનાબેન ગરચર | AAP | વોર્ડ-9 | કેશોદ નગરપાલિકા |
| 11 | ભગીરથભાઈ જોરા | AAP | વોર્ડ-9 | કેશોદ નગરપાલિકા |
| 12 | મયુરીબેન નાથ | AAP | વોર્ડ-9 | કેશોદ નગરપાલિકા |
| 13 | રાજુભાઈ મૈયડ | અપક્ષ | વોર્ડ-16 | રાજકોટ કોર્પોરેશન |
| 14 | અનિતા સૂરવાડે | અપક્ષ | વોર્ડ-27 | સુરત કોર્પોરેશન |
| 15 | દેવરાજ સોનારા | અપક્ષ | વોર્ડ-15 | રાજકોટ કોર્પોરેશન |
| 16 | પ્રદીપ પટેલ | કોંગ્રેસ | ચાંદલોડિયા વોર્ડ | અમદાવાદ કોર્પોરેશન |
આ પણ વાંચો: સુરતમાં આપના ઉમેદવારનું અપહરણ કરી ડરાવવા-ધમકાવવામાં આવ્યાનો આરોપ
આ પણ વાંચો: કોંગ્રેસ બાદ હવે આપના ઉમેદવારો અજ્ઞાત સ્થળે
