Drugs/ ગુજરાત યુનિવર્સિટી પાસેથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો

69 હજાર રૂપિયાના કિંમતના ચરસ સાથે એક આરોપી ઝડપાયો

Gujarat

Gujarat News : અમદાવાદમાં દારૂની જેમ દિનપ્રતિદીન ડ્રગ્સનું દુષણ પણ વધી ગયું છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી પાસેથી પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ને માહિતી મળી હતી કે ગુજરાત યુનિવર્સિટી પાસેના એએમટીએસના બસ સ્ટેન્ડ પાસે એક શખ્સ ડ્રગ્સના જથ્થા સાથે આવવાનો છે. આ માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે ધરપકડ કરેલા આરોપીની પુછપરછ  કરતા તેણે તેનું નામ વસીમખાન પઠાણ હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી પોલીસે 2.3 ગ્રામનો ચરસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસના જમાવ્યા મુજબ આ ચરસની કિંમત અંદાજે રૂ. 69,000 જેટલી છે. આરોપી સામે ડ્ગર્સની હેરાફેરી કે અન્ય કોઈ ગુનો નોંધાયેલા છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.

ગુજરાત યુનિવર્સિટી જેવા શૈક્ષણિક સંકુલ પાસેથી ડ્રગ્સ ઝડપાતા પોલીસે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…

આ પણ વાંચોઃ અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે મહિલાનું મોત, વસ્ત્રાલ અને શિવરંજની પાસે અકસ્માતની ઘટના બની