ઇસરો દ્વારા ગયા સપ્તાહે નવો સેટેલાઇટ EOS-06 લોન્ચ કરવામાં આવ્યો છે. તેના દ્વારા ભારતની તસ્વીરો મોકલવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઇસરોના સેટેલાઇટે સ્પેસમાંથી ભારતમાં હિમાલય પટ્ટા, અરવલ્લીની પર્વતમાળા, ગુજરાત અને કચ્છની તસ્વીરો મોકલી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્પેસ એજન્સી ઇસરોના નવા સેટેલાઇટ ઇઓએસ-06 દ્વારા લેવાયેલી તસ્વીરો શેર કરી હતી. તેમણે ટ્વિટર પર ગુજરાતની સ્પેસમાંથી લેવાયેલી તસ્વીરો શેર કરી હતી. પીએમે આ તસ્વીરો દર્શાવીને જણાવ્યું હતું કે તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા નવા સેટેલાઇટ EOS-06એ મોકલેલા આકર્ષક ચિત્રો જોયા છે. અમે ગુજરાતની કેટલીક સુંદર તસ્વીરો શેર કરી રહ્યા છીએ.
વડાપ્રધાને ગુજરાતનો સેટેલાઇટ વ્યુ દર્શાવતી તસ્વીરો શેર કરીને જણાવ્યું હતું કે સ્પેસ ટેકનોલોજીની દુનિયામાં આ પ્રગતિ આપણને ચક્રવાતની આગાહી કરવામાં મદદ કરશે અને આપણા દરિયાકાંઠાના અર્થતંત્રને વેગ આપશે. ગુજરાતના દરિયાકાંઠાની લંબાઈ 1,214 કિ.મી. છે, તેમા દરિયાકાંઠાના જિલ્લાઓ સામેલ છે, જેના લીધે દરિયાઈ-આધારિત ઇકોસિસ્ટમની વિશાળ વિવિધતા છે.
ઉલ્લેખનીય છે કે EOS-06 સેટેલાઇટને 26 નવેમ્બરના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આઠ નેનો સેટેલાઇટ સાથે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. ઇસરોએ એક જ ટ્વિટમાં જણાવ્યું હતું કે PSLV-C54/EOS-06 મિશન પૂર્ણ થયું. બાકીના ઉપગ્રહોને પણ તેમની રેખાંકિત ભ્રમણકક્ષામાં પહોંચાડી દેવામાં આવ્યા છે. પીએસએલવીની આ 56મી ઉડાન હતી. મિશન 2022 સ્પેસ એજન્સી માટે પાંચમુ અને છેલ્લુ હોવાનું કહેવાય છે.
EOS-06એ ઓશનસેટ શ્રેણીનો ત્રીજી પેઢીનો ઉપગ્રહ છે. તેનો હેતુ ઉન્નત પેલોડ વિશિષ્ટતાઓ તેમજ એપ્લિકેશન ક્ષેત્રો સાથે ઓશનસેટ-ટુ અવકાશયાનની સેવાઓ ચાલુ રાખવાનો છે. ગુજરાતમાં 89 સીટો માટે પ્રથમ તબક્કાની ચૂંટણી શુક્રવારે પૂરી થઈ હતી. તેમા 63.14 ટકા મતદાન નોંધાયુ હતુ. આ મતદાન ગયા વર્ષ કરતાં ઓછું હતું. બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરે યોજાશે.
આ પણ વાંચોઃ
