Entertainment News : બોલીવુડના સુપરસ્ટાર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા (Govinda-Sunita)વચ્ચેનો કૌટુંબિક વિવાદ ફરી એકવાર મીડિયામાં હોટ ટોપિક બન્યો છે. તાજેતરમાં સુનિતા આહુજાએ ગોવિંદા પર બીજા લગ્ન કરવાની તૈયારી કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. હવે આ સમગ્ર વિવાદ અને અફવાઓ પર ગોવિંદાના મેનેજરે મૌન તોડીને સાચું ચિત્ર સ્પષ્ટ કર્યું છે.
મેનેજર શશિ સિંહાનો સણસણતો ખુલાસો
ગોવિંદાના મેનેજર શશિ સિંહા (Shashi Sinha)એ બીજા લગ્નના તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે.શશિ સિંહાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “બીજા લગ્નનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. આવી કોઈ વાત નથી અને ભવિષ્યમાં પણ બનવાની નથી. ગોવિંદાજી પોતાના કામ પર ધ્યાન આપી રહ્યા છે.”તેમણે ઉમેર્યું કે સુનિતાજી ગોવિંદાના ધર્મપત્ની છે અને કદાચ ભાવુક થઈને કે મનમાં ચાલી રહેલી ગેરસમજ (Misunderstanding)ને કારણે તેમણે આવું નિવેદન આપ્યું હોઈ શકે છે.મેનેજરે તર્ક આપ્યો કે જો ગોવિંદા લગ્નજીવન પૂરું કરવા માગતા હોત તો તેમણે જાતે અરજી કરી હોત. અરજી સુનિતાજીએ કરી હતી અને તેને પાછી ખેંચવાનો નિર્ણય પણ તેમનો જ હતો.
‘ઘરની વાતો જાહેર કરી’ અને ચરિત્ર પર નુકસાન ન પહોંચાડવાની વાત
ગોવિંદાના જવાબદાર વર્તન અંગે વાત કરતા મેનેજરે કહ્યું ગોવિંદા એક જવાબદાર અને સમાજમાં પ્રતિષ્ઠિત કલાકાર છે. તેઓ એવું કોઈ કામ નહીં કરે જેથી તેમની છબી ખરડાય.ગોવિંદાએ ક્યારેય સુનિતા વિશે ખરાબ બોલવાનું પસંદ નથી કર્યું. શશિ સિંહાએ ચિંતા વ્યક્ત કરી કે આવી નકારાત્મક ચર્ચાઓની અસર તેમના બાળકો પર પણ પડે છે, તેથી આ બાબતો ઘર સુધી જ સીમિત રહેવી જોઈતી હતી.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
આ સમગ્ર મામલો ગોવિંદાના આગામી પ્રોજેક્ટ અને તેની સાથે જોડાયેલા નામોને કારણે વધુ ચર્ચામાં આવ્યો છે.ગોવિંદાનું નામ તેમની આગામી ફિલ્મ ‘રૂપા’ ની અભિનેત્રી કોમલ રાણી સ્વર્ણકાર સાથે જોડવામાં આવી રહ્યું છે. એરપોર્ટ પર બંને સાથે જોવા મળ્યા બાદ અફવાઓનું બજાર ગરમ થયું હતું.સોશિયલ મીડિયા પર રાખી સાવંત સાથેનો સુનિતાનો ફોન કોલ વાયરલ થયો હતો, જેમાં તેમણે બીજા લગ્નની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, ફેમિલી કોર્ટમાં જઈને સુનિતાએ પોતાની જૂની અરજી પાછી ખેંચી લીધી છે.
આ પણ વાંચો :તૃષા કૃષ્ણન અને થલાપતિ વિજય વચ્ચેના સંબંધોની ચર્ચા વચ્ચે સંજના ગલરાની આવી સમર્થનમાં
આ પણ વાંચો :દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી સૌકાર જાનકીનું 94 વર્ષની વયે દુઃખદ નિધન
આ પણ વાંચો :બોલીવુડમાં પ્રીતિ ઝિન્ટાનો મોટો ધમાકો: કુણાલ ખેમૂ સાથે સ્પાય મિશન પર નીકળશે ‘ડિમ્પલ ગર્લ’
