Not Set/ સૂર્યવંશી ફિલ્મને NETFLIXએ આટલી મોટી રકમમાં ખરીદી,આ તારીખે થશે પ્રસારિત…

આ ફિલ્મના નિર્માતાઓએ હવે OTT રિલીઝ માટે નેટફ્લિક્સ સાથે હાથ મિલાવ્યા છે અને આ માટે તેઓને મોટી રકમ પણ મળી રહી છે

Entertainment

અક્ષય કુમાર અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી’ બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવી રહી છે. ફિલ્મની રિલીઝને આજે 7 દિવસ પૂર્ણ થયા છે અને ફિલ્મે અત્યાર સુધીમાં 120 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા ઉપરાંત આ ફિલ્મ નિર્માતાઓને અન્ય રીતે પણ ફાયદો કરાવી રહી છે. અહેવાલ છે કે આ ફિલ્મના નિર્માતાઓએ હવે OTT રિલીઝ માટે નેટફ્લિક્સ સાથે હાથ મિલાવ્યા છે અને આ માટે તેઓને મોટી રકમ પણ મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે Netflix એ અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ને 100 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે.

અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ 4 ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર પ્રસારિત થશે. ટૂંક સમયમાં નિર્માતાઓ OTT રિલીઝની પણ જાહેરાત કરી શકે છે. સૂર્યવંશી એ કોરાના રોગચાળા પછી OTT પર વેચાયેલી સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મે બાકીની ફિલ્મોને એક નવી દિશા બતાવી છે કે દર્શકો હજુ પણ સારી વાર્તા જોવાની રાહ જોઈ રહ્યા છે. ‘સૂર્યવંશી’ની બોક્સ ઓફિસ પરની કમાણી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સંજીવની સમાન છે.

અગાઉ ‘સૂર્યવંશી’ વિશે સમાચાર હતા કે તે 11 ડિસેમ્બરથી OTT પર બતાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે ફિલ્મની વાર્તા અક્ષય કુમાર એટલે કે ડીસીપી વીર સૂર્યવંશીની છે. સૂર્યવંશી પોતાની ધૂન પર અડગ છે અને તે આતંકવાદ સામેની લડાઈ લડી રહ્યો છે. આ યુદ્ધ દરમિયાન તેને એક મોટા ષડયંત્રની ખબર પડે છે અને તે દેશ અને મુંબઈને બચાવવા નીકળી પડે છે. આ કામમાં તેની સાથે સિંઘમ અજય દેવગન અને સિમ્બા રણવીર સિંહ છે. આ રીતે ફિલ્મમાં એક્શન, ડ્રામા અને ઉડતા વાહનો સાથે હેલિકોપ્ટર પર એક્શન સીન પણ જોવા મળે છે.