Entertainment News/ બોલીવુડમાં પ્રીતિ ઝિન્ટાનો મોટો ધમાકો: કુણાલ ખેમૂ સાથે સ્પાય મિશન પર નીકળશે ‘ડિમ્પલ ગર્લ’

પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) અને કુણાલ ખેમૂ સ્ટારર નવી સ્પાય કોમેડી થ્રિલર ફિલ્મ ‘વાઇબ’નું ટીઝર રિલીઝ થયું છે. મનોરંજક પ્લોટ, ડાયલોગ્સ અને 18 સપ્ટેમ્બરની રિલીઝ ડેટ વિશે વાંચો.

Entertainment
Preity Zinta new spy mission

Entertainment News : બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા (Preity Zinta)ટૂંક સમયમાં જ એક અનોખી અને મનોરંજક સફર (entertaining journey)પર જોવા મળવાની છે. સની દેઓલ સાથેની તેની પીરિયડ ડ્રામા ફિલ્મ ‘બંટવારા ૧૯૪૭’ બાદ હવે પ્રીતિ એક સ્પાય કોમેડી થ્રિલર ફિલ્મ ‘વાઇબ’ (Vibe)  દ્વારા દર્શકોનું મનોરંજન કરવા આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા કુણાલ ખેમૂ અને ‘લાપતા લેડીઝ’ ફેમ સ્પર્શ શ્રીવાસ્તવ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. તાજેતરમાં જ ફિલ્મનું રમૂજી અને એક્શનથી ભરપૂર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

Preity Zinta : ‘સોલ્જર’ ફિલ્મની યાદ અપાવતો ક્રેઝી કોમેડી પ્લોટ

ફિલ્મ ‘વાઇબ’ના ટીઝરમાં કુણાલ ખેમૂ અને સ્પર્શ શ્રીવાસ્તવ એવા બે આળસુ અને મુશ્કેલીમાં મુકાયેલા મિત્રોના પાત્રમાં છે, જેમના પર અચાનક દેશને બચાવવાની મોટો જવાબદારી આવી પડે છે. દેશ પર તોળાતા એક મોટા ખતરા સામે લડવા માટે પ્રીતિ ઝિન્ટા આ બંને મિત્રોને સીક્રેટ એજન્ટ બનવાની ઓફર કરે છે. જ્યારે પ્રીતિ કુણાલને કહે છે કે દેશને તમારી જરૂર છે, ‘સોલ્જર’ બનો! ત્યારે કુણાલ સામે રમૂજી અંદાજમાં જવાબ આપે છે કે, “હું કેવી રીતે સોલ્જર બનું, શું હું બોબી દેઓલ છું?”  આ સીન પ્રીતિ ઝિન્ટા અને બોબી દેઓલની 1998 ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘સોલ્જર’ની યાદ અપાવે છે. કુણાલનું પાત્ર ટીઝરમાં એમ પણ કહે છે કે દેશને બચાવવા માટે મારા બદલે પઠાણ કે ટાઇગર જેવા કોઈ અનુભવી એજન્ટને મોકલવો જોઈએ.

PREETI ZINTA

કુણાલ ખેમૂનું ડાયરેક્શન અને તારાઓની ફોજ

વર્ષ 2024 માં ‘મડગાંવ એક્સપ્રેસ’ (Madgaon Express)જેવી સુપરહિટ કોમેડી ફિલ્મથી ડાયરેક્શનમાં પદાર્પણ કરનાર કુણાલ ખેમૂએ આ ફિલ્મનું પણ નિર્દેશન કર્યું છે. તેણે ચિરાગ નિહલાની સાથે મળીને ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી છે.આ ફિલ્મમાં દિગ્ગજ કલાકાર યશપાલ શર્મા અને ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ પણ મહત્વના રોલમાં જોવા મળશે.


આ પણ વાંચો :રિયા ચક્રવર્તીનો છલકાયો દર્દ: ‘ધ ટ્રેટર્સ 2’માં ટ્રેટર બનવાનો કેમ કર્યો ઇનકાર?

આ પણ વાંચો :તાપસી પન્નુની ‘ગાંધારી’નો ફર્સ્ટ લુક જાહેર, આ દિવસે Netflix પર થશે રિલીઝ

આ પણ વાંચો :અર્જુન બિજલાનીનો કાર અકસ્માત, શૂટિંગથી પરત ફરતી વખતે થયો હાદસો