Amla Navami 2026: હિન્દુ ધર્મમાં આમલા નવમીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે કાર્તિક મહિનામાં શુક્લ પક્ષની નવમી તિથિએ આમલા નવમી (Amla Navami) મનાવવામાં આવે છે. આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આથી આમલા નવમી પર આમળાના ઝાડને પૂજવાની એની પરિક્રમા કરવાની અને એની નીચે બેસીને ભોજન કરવાની પરંપરા છે.
એવું કહેવાય છે કે આ દિવસે આમળાના વૃક્ષ (Amla Tree) નીચે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પુણ્ય મળે છે. આમલા નવમીએ જરુરિયાતમંદ લોકોને દાન આપવાનું પણ ઘણું શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આમળાના વૃક્ષના દર્શન માત્ર કરવાથી ગૌદાનનું પુણ્યફળ મળે છે. એની પરિક્રમા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે.
આમળા નવમી સાથે જોડાયેલી પૌરાણિક કથા (Amla Navami 2026 Katha)
આમળા નવમી સાથે જોડાયેલી એક પૌરાણિક કથા છે જેમાં આ વૃક્ષની ઉત્પત્તિનું વર્ણન મળે છે. તો આવો જાણીએ કે શી રીતે થઈ હતી આમળાના વૃક્ષની ઉત્પત્તિ….
આજે આમલા નવમી છે અર્થાત્ 18 નવેમ્બર બુધવારના રોજ આજે મનાવવામાં આવે છે. આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે કરવામાં આવેલું દાન-પુણ્ય અક્ષય ફળ આપનારું આપવામાં આવે છે.

કેવી રીતે થઈ આમળાના વૃક્ષની ઉત્પત્તિ
આમળાના વૃક્ષની ઉત્પત્તિ અંગે પુરાણોમાં એક રોચક કથા મળે છે. કથા અનુસાર, જ્યારે આખીયે સૃષ્ટિ જળમગ્ન થઈ ગઈ હતી ત્યારે સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્મા (Lord Brahma)એ સંસારના કલ્યાણ માટે જપ અને તપ શરુ કર્યા. એ ગહન સાધનામાં લીન હતા. આ દરમિયાન એમની આંખોમાંથી કેટલાક આંસુ ધરતી પર પડ્યાં.
એવું કહેવાય છે કે બ્રહ્માજીની આંખોમાંથી પડેલા આ ટીપાંમાંથી આમળાના વૃક્ષનો જન્મ થયો. અને જોતજોતામાં આ વૃક્ષ કેટલીયે શાખાઓમાં ફેલાઈ ગયું અને એના પર મોટી સંખ્યામાં ફળ લાગી ગયા. આ રીતે સૃષ્ટિમાં આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ.

એક અન્ય કથા અનુસાર, આમળા સૌથી પહેલા ઉત્પન્ન થનારા વૃક્ષો પૈકીનું એક છે. એની પવિત્રતા અને ઔષધીય ગુણોના કારણે એને વિશેષ સ્થાન મળ્યું હતુ. ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ને આ વૃક્ષ અત્યંત પ્રિય હોવાનું કહેવાય છે. એવું કહે છે કે જ્યારે દેવતાઓએ આ વૃક્ષના જોયું તો એની વિશેષતા જોઈ નવાઇ પામી ગયા! ત્યાર બાદ, આમળાના વૃક્ષની નીચે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા શરુ થઈ. આ જ કારણે આમળા નવમીએ આ વૃક્ષની પૂજાને આટલી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: રામ નવમીએ જાણો હવન કરવાનું મહત્વ, રામલલ્લાની કેવી રીતે કરશો પૂજા વિધિ
આ પણ વાંચો: દેવા અને ગરીબીમાંથી મળી શકે છે છૂટકારો..! રામનવમીએ કરો આ વિશેષ ઉપાયો…
આ પણ વાંચો: શારદીય નવરાત્રિની મહા અષ્ટમી અને મહા નવમીનું શું મહત્વ છે? જાણો તારીખ અને પૂજાનું શુભ મુહૂર્ત…
