National News/ આઝમ ખાન જેલમાંથી મુક્ત, EDને સુપ્રીમ કોર્ટની ટકોર

આઝમ ખાનની મુક્તિ (Azam Khan Release)સાથે હવે તેમની સામે ચાલી રહેલા અન્ય કાનૂની કેસ અને આગામી અદાલતી કાર્યવાહી પર સૌની નજર રહેશે

Top Stories India
ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન (Azam Khan) આખરે દાસના જેલમાંથી (Dasna Jail)બહાર આવી ગયા છે

National News : ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન (Azam Khan) આખરે દાસના જેલમાંથી (Dasna Jail)બહાર આવી ગયા છે. ગાઝિયાબાદની સીજેએમ કોર્ટમાં તેમની જામીન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુક્તિનો આદેશ જેલ પ્રશાસન સુધી પહોંચી ગયો હતો. આઝમ ખાનના જામીન માટે 50 હજાર રૂપિયાના બે જામીન અને 50 હજાર રૂપિયાનો વ્યક્તિગત બોન્ડ રજૂ કરવામાં આવ્યો હતો. શાહનવાઝ અને જુનૈદે જામીનની જવાબદારી લીધી હતી. તેમના વકીલ દ્વારા તમામ કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી.

આઝમ ખાનની મુક્તિ એવા સમયે થઈ છે, જ્યારે મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી તેમને વચગાળાના જામીન મળ્યા છે. આ મામલે સર્વોચ્ચ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની દલીલો સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

Azam Khan : જામીન પ્રક્રિયા પૂર્ણ થતાં મુક્તિનો માર્ગ સાફ

ગાઝિયાબાદ સીજેએમ કોર્ટમાં આઝમ ખાનના જામીન માટે જરૂરી દસ્તાવેજો અને બોન્ડ જમા કરાવવામાં આવ્યા હતા. તેમના વકીલે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મુક્તિનો આદેશ દાસના જેલમાં મોકલવામાં આવ્યો હતો.

જામીન પ્રક્રિયા પૂર્ણ થતાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આઝમ ખાનની મુક્તિ (Azam Khan Release)લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈ વચ્ચે સમાજવાદી પાર્ટી માટે પણ મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે.

EDની ધરપકડ અને મની લોન્ડરિંગ કેસ શું છે?

આઝમ ખાનની 31 ઓક્ટોબરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ બે પાનકાર્ડ સંબંધિત કેસમાં જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવી રહ્યા હતા, ત્યારે જ EDએ તેમની ધરપકડ કરી હતી.

આ કાર્યવાહી મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ અને જૌહર યુનિવર્સિટી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case)કરવામાં આવી હતી. આઝમ ખાને (Azam Khan)પોતાની ધરપકડને કોર્ટમાં પડકારતા દલીલ કરી હતી કે કાયદાકીય પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નથી.

સુપ્રીમ કોર્ટની EDને ટકોર, વચગાળાના જામીન યથાવત્

આઝમ ખાનને અલ્હાબાદ હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા. જોકે, EDએ આ નિર્ણયને પડકારતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.ED તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત સમક્ષ તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે EDની દલીલો પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, ‘આકાશ નહીં પડી જાય, તેમને વચગાળાના જામીન પર રહેવા દો.’

નકલી જન્મ પ્રમાણપત્ર કેસમાં પણ મળી હતી રાહત

આઝમ ખાનને અગાઉ નકલી જન્મ પ્રમાણપત્ર કેસમાં પણ સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી હતી. 18 ઓક્ટોબર, 2023ના રોજ રામપુરની MP-MLA કોર્ટે આઝમ ખાન, તેમની પત્ની તંઝીમ ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો અને ગુનાહિત કાવતરાના કેસમાં દોષિત ઠેરવ્યા હતા.

કોર્ટે ત્રણેયને સાત વર્ષની જેલની સજા સંભળાવી હતી. જોકે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે (Supreme Court)ઉત્તર પ્રદેશ સરકારની અરજી ફગાવીને આ મામલે રાહત આપી હતી અને તેમની સજા પર રોક લગાવી હતી.આઝમ ખાનની મુક્તિ (Azam Khan Release)સાથે હવે તેમની સામે ચાલી રહેલા અન્ય કાનૂની કેસ અને આગામી અદાલતી કાર્યવાહી પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો: આઝમ ખાનને ED કેસમાં મોટી રાહત: અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન

આ પણ વાંચો: આઝમ ખાનને EDના 4 દિવસના રિમાન્ડ: લખનૌમાં થશે પૂછપરછ

આ પણ વાંચો: આઝમ ખાનની મુશ્કેલી વધી, કોર્ટે 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યા