Entertainment News/ બચ્ચનની “બચી ગયા” પોસ્ટનું રહસ્ય ખૂલ્યું, KBCના શૂટ દરમિયાન પેન્ટનો બેલ્ટ તૂટતા નાડું બાંધીને સંભાળ્યું

Bachchan: અમિતાભ બચ્ચને 15 નવેમ્બરે X પર લખેલી “બચી ગયા” પોસ્ટનો 3 દિવસ બાદ ખુલાસો કર્યો, KBCના શૂટ દરમિયાન પેન્ટનો બેલ્ટ તૂટી ગયો હતો

Breaking News Entertainment
Bachchan

Entertainment News :બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચન(Bachchan)ની સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ સામે આવી છે. તેમણે ખુલાસો કર્યો છે કે થોડા દિવસો પહેલા તેમણે “બચી ગયા” એવું કેમ લખ્યું હતું. તેઓ ઓછા શબ્દોમાં એવી પોસ્ટ શેર કરતા રહે છે, જેને જોયા બાદ ફેન્સ વિચારમાં પડી જાય છે કે તેઓ આ વાતો કયા સંદર્ભમાં કહી રહ્યા છે. હવે બિગ બીએ પોતે જ નવી પોસ્ટ દ્વારા જૂની પોસ્ટનો અર્થ સમજાવ્યો છે.

3 દિવસ બાદ ખુલાસો કર્યો બિગ બી(Bachchan)એ

15 નવેમ્બરે અમિતાભ બચ્ચને X પર માત્ર બે શબ્દોની પોસ્ટ કરી હતી: “બચી ગયા”. આ પોસ્ટ ઘણી ચર્ચામાં રહી હતી. દરેક વ્યક્તિ જાણવા માગતી હતી કે તેઓ કઈ વસ્તુથી બચી ગયા. કેટલાક ફેન્સ તેમને લઈને ચિંતિત પણ થઈ ગયા હતા. જોકે, 3 દિવસ બાદ બિગ બીએ નવી પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે.

KBCના સેટ પર શું થયું હતું?

અમિતાભ બચ્ચને 18 નવેમ્બરે કરેલી પોસ્ટમાં લખ્યું કે KBC શૂટ પર પેન્ટનો બેલ્ટ તૂટી ગયો હતો, જલ્દીથી નાડું બાંધી લીધું, બચી ગયા. હવે તેમની આ પોસ્ટ પણ ચર્ચામાં આવી ગઈ છે.

 Bachchan
Amitabh Bachi Gaya Post Mystery KBC

KBC 18 અને અપકમિંગ ફિલ્મો

અમિતાભ બચ્ચન હાલ પોતાના ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિને લઈને વ્યસ્ત છે. 10 ઓગસ્ટ 2026થી આ શોની 18મી સીઝન સોની ટીવી પર ઓન એર થઈ રહી છે. આ મહિનાની શરૂઆતમાં હવામાનને કારણે તેમની તબિયત થોડી બગડી હતી, જેના કારણે તેઓ થોડા સમય માટે KBCના શૂટિંગથી દૂર હતા.

ક્યારથી શરૂ થયું KBCનું શૂટિંગ?

10 નવેમ્બરથી તેઓ શૂટિંગ પર પાછા ફર્યા. 12 નવેમ્બરે મેકર્સે નવા એપિસોડનો પ્રોમો જાહેર કર્યો અને 16 નવેમ્બરથી નવા એપિસોડ આવવાના શરૂ થયા. તે જ દરમિયાન 15 નવેમ્બરે અમિતાભ બચ્ચનની “બચી ગયા” વાળી પોસ્ટ સામે આવી હતી. ફિલ્મોની વાત કરીએ તો તેઓ છેલ્લે વર્ષ 2025માં “120 બહાદુર”માં જોવા મળ્યા હતા. તેમની અપકમિંગ ફિલ્મોમાં “સેક્શન 84” અને “કલ્કિ 2898 એડી”ની સિક્વલ સામેલ છે.


આ પણ વાંચો:અમિતાભ બચ્ચનના ‘જલસા’ બંગલાની માલિકી પર વિવાદ, 33 વર્ષ જૂની ગિફ્ટ ડીડને રમોલા બચ્ચને પડકારી

આ પણ વાંચો:અમિતાભ બચ્ચનના ‘જલસા’ બંગલાને બોમ્બથી ઉડાવવાની ધમકી, બોમ્બે HC પણ નિશાને

આ પણ વાંચો:અમિતાભ બચ્ચનની સંપત્તિ ₹4,000 કરોડ, 145%નો વધારો