મુંબઈ,
સની દેઓલના પુત્ર કરણ દેઓલની પહેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું દિગ્દર્શન સની દેઓલ પોતે કરી રહ્યા છે. પલ પલ દિલ કે પાસ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં કરણ દેઓલની આપોજિટ સહર બાંબાને કાસ્ટ કરવામાં આવી છે. સની દેઓલે ડાયરેક્શનની દિશામાં પગ મૂક્યો છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે.
2 મિનિટ 17 સેકંડના આ ટ્રેલરમાં સૌથી મોટો હાઇલાઇટ લોકેશન શૂટ છે. સિનેમેટોગ્રાફી કમાલની છે. ફિલ્મનું શૂટિંગ લદ્દાખ અને હિમાચલ પ્રદેશના સુંદર સ્થળો પર કરવામાં આવ્યું છે. સની દેઓલના પુત્રની એક્ટિંગ ઇંપ્રેસિવ જોવા મળી નથી રહી.
તેમને અત્યારે તેમની અભિનય સિક્લ્સ પર ખૂબ સખત મહેનત કરવાની જરૂર છે. બંને એક્ટર્સની પેયરિંગમાં એક્સ ફેક્ટર જોવા મળ્યું નથી. ટ્રેલરમાં સહર અને કરણની કેમિસ્ટ્રી અને લવ સ્ટોરી બતાવવામાં આવી છે.
જુઓ ટ્રેલર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
