Food Recipe/ પ્રોટીન લવર્સ માટે એક સ્પેશ્યલ હાઈ-પ્રોટીન સ્નેક…ચણા, મગફળી અને પનીરની ખાસ રેસિપી!

સવાર-સવારમાં જો તમે કશુંક એવું ખાવા ઈચ્છતા હો કે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને ગુણ ધરાવતું હોય તો આ હાઈ-પ્રોટીન સ્નૅક (High Protein Snack) એક બહેતરીન…

Trending Food Health & Fitness Lifestyle
High Protein Snack...વર્ક આઉટ કરનારા માટે ખાસ રેસિપી!

Food Recipe: આમાં પ્રોટીન ઉપરાંત, તમને ફાઈબર પણ મળશે! આ સ્નૅક બનાવવાનું તદ્દન આસાન છે. તો ચાલો જાણીએ કે હાઈ-પ્રોટીન સ્નૅક (High Protein Snack) બનાવવાની ફટાફટ રેસિપી..!

જો તમે નાસ્તામાં કશુંક એવું ખાવા ઈચ્છતા હો જેનાથી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, પેટ પણ ભરાયેલું ફીલ થાય તો આ સ્નૅક તમારા માટે એક ઉત્તમ વિકલ્પ છે. તમે કાળા ચણા, કાબુલી ચણા, સીંગદાણા અને પનીરની આ રેસિપીને ફટાફટ તૈયાર કરી શકો છો. આમાં પ્રોટીન ઉપરાંત, તમને ફાઈબર પણ મળશે! આ સ્નૅક બનાવવાનું તદ્દન આસાન છે. તો ચાલો જાણીએ કે હાઈ-પ્રોટીન સ્નૅક (High Protein Snack) બનાવવાની ફટાફટ રેસિપી..!

આજની દોડધામભરી જીવનશૈલીમાં લોકોને જમવાનું બનાવવાનો સમય ઘણો જ ઓછો મળતો હોય છે. આથી જ એ એવી રેસિપીની શોધમાં રહેતા હોય છે કે, જે ઝડપથી બની જાય અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ માટે પણ લાભકારક હોય. સવાર-સવારમાં જો તમે કશુંક એવું ખાવા ઈચ્છતા હો કે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને ગુણ એકસાથે ધરાવતું હોય તો આ હાઈ-પ્રોટીન સ્નૅક (High Protein Snack) એક બહેતરીન વિકલ્પ હોઈ શકે છે. આપણા શરીર માટે અન્ય પોષક તત્વોની જેમ પ્રોટીન (Protein) પણ બહુ જ જરુરી છે.

આજે જે રેસિપી અહિં અમે શૅર કરવા જઈ રહ્યાં છીએ એ છે  હાઈ-પ્રોટીન સ્નૅક (High Protein Snack) …જે મસલ્સને મજબૂતી બક્ષે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનું ફીલ કરીવે છે. આ ઉપરાંત, શરીરને ઊર્જાવાન રાખવામાં સહાયક છે. આથી જ દિવસની શરુઆત એક સ્વસ્થ નાસ્તાથી કરવી અત્યંત જરુરી છે. …જે બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ વાનગી સાબિત થશે. જો તમે દરરોજ એક જેવો નાસ્તો ખાઈને કંટાળ્યા હો તો આ હાઈ-પ્રોટીન બ્રેકફાસ્ટ (High Protein Breakfast) જરુર ટ્રાય કરવો. તો જાણીએ…એને બનાવવાની સરળ રેસિપી વિશે…

હાઈ-પ્રોટીન સ્નૅકના ફાયદા (Benefits of High Protein Snack)

1. પ્રોટીનનું ઉત્તમ કૉમ્બિનેશન

ચણા અને પનીર આ નાસ્તામાં પ્રોટીનની માત્રા વધારે છે જ્યારે મગફળી પણ પ્રોટીન ઉપરાંત હૅલ્ધી ફેટ્સ પ્રદાન કરે છે. પ્રોટીન શરીરની માંસપેશીઓ (Muscles)ના સમારકામ અને શરીરની ઉચિત જાળવણી માટે આવશ્યક છે.

2. લાંબો સમય પેટ ભરેલું રાખે

ચણામાં પ્રોટીનની સાથે-સાથે સારી એવી માત્રામાં ફાઈબર પણ હોય છે. પનીર અને સીંગદાણા સાથેનું આ કૉમ્બિનેશન તમને જલદી લાગતી ભૂખથી બચાવવામાં મદદરુપ છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું ફીલ કરાવે છે.

3. ફાઈબરથી ભરપૂર

કાળા અને કાબુલી સફેદ ચણા એ બંને સારું એવું ફાઈબર (Fiber) ધરાવે છે જે નિયમિત મળત્યાગ માટે ફાયદાકારક હોય છે.

4. વર્કઆઉટ (Work Out) કરનારા માટે ઉત્તમ વિકલ્પ

જો તમે વ્યાયામ અથવા તો સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરતા હો તો આ સ્નૅક દિવસભરની પ્રોટીન (Protein)ની આવશ્યકતા પૂર્ણ કરવામાં યોગદાન આપી શકે છે. જો કે, એને પૂર્ણ પ્રોટીનનો સ્ત્રોત માનવાને બદલે તમારે તમારા ડાયેટ (Diet)માં વિભિન્ન પ્રોટીન સ્ત્રોતને સામેલ કરવા જરુરી છે.

કાળા ચણા અને કાબુલી ચણા

શી રીતે બનાવશો આ હાઈ-પ્રોટીન સ્નૅક? (High Protein Snack)

પ્રોટીનથી ભરપૂર નાસ્તો બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

સામગ્રી

અડધો કપ બાફેલા કાળા ચણા

અડધો કપ બાફેલા કાબુલી ચણા

100 ગ્રામ પનીર

2 ચમચી શેકેલી મગફળી

1 બારીક સમારેલી નાની ડુંગળી

1 બારીક સમારેલું ટમેટું

1 બારીક સમારેલું લીલું મરચું

1 મોટી ચમચી લીંબુનો રસ

અડધી ચમચી શેકેલો જીરા પાવડર

સ્વાદાનુસાર ચાટ મસાલો

સ્વાદાનુસાર મીઠું

બારીક સમારેલી તાજી કોથમીર

High Protein Snack

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ કાળા અને સફેદ ચણાને સરસ રીતે ઉકાળીને કે બાફીને એમનું પાણી કાઢી લો. તમે ઈચ્છો તો મગફળીને પણ ચણા સાથે બાફી શકો છો.

2. પનીર (Paneer)ને નાના-નાના ટુકડામાં કાપી લો. તમે ઈચ્છો તો પૅનમાં થોડું તેલ લઈને હળવું સોનેરી શેકી શકો છો.

3. હવા એક બાઉલમાં બંને પ્રકારના ચણા, શેકેલી કે બાફેલી મગફળી, ડુંગળી, ટમેટું અને લીલું મરચું ઉમેરો.

4. એમાં મીઠું, શેકેલો જીરા પાવડર અને ચાટ મસાલો નાખીને સારી રીતે હલાવી લો.

5. અંતે એમાં લીંબુનો રસ અને તાજી સમારેલી કોથમીર ઉમેરો.

તો તૈયાર છે તમારું હાઈ-પ્રોટીન સ્નૅક…જેને તમે ફટાફટ બનાવીને ખાઈ શકો છો, જે સ્વાદસભર હોવા ઉપરાંત, હૅલ્ધી સ્નૅક્સમાં પણ અવ્વલ છે!

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: રાગીમાંથી બનાવો જાળીદાર અને પોચાં ઢોકળાં…સ્વાદ સાથે શરીરને મળશે કૅલ્શિયમ અને પ્રોટીન..!

આ પણ વાંચો: પ્રોટીન પાઉડર ભૂલી જશો: શરીરને મજબૂત અને ઉર્જાવાન બનાવતા ગામડાના 5 દેશી સુપરફૂડ્સ

આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હાઈ-પ્રોટીનથી સભર મલ્ટીગ્રેઈન ઢોંસા…સ્વાદ અને સ્વાસ્થ્યની સંભાળ એકસાથે!