હૈદરાબાદ,
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પુત્રને જન્મ આપ્યાં પછી તેણે હવે જાહેરમાં દેખાવવાનું ચાલુ કર્યું છે.હમણાં સાનિયા તેના દીકરા ઈઝાન મિર્ઝા મલિક સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ ઉપરાંત તેની સાથે માતા નસિમા મિર્ઝા અને બહેન અનમ મિર્ઝા પણ જોવા મળી હતી.

એરપોર્ટ પર પુત્ર સાથે 32 વર્ષની સાનિયાની ઝલક જોવા તેના ચાહકો ભેગા થયા હતા.જો કે સાનિયાએ પુરતી તકેદારી રાખી હતી કે તેના દીકરાનું કોઇ મોઢુ જોઇ ના શકે.સાનિયાએ ઇઝાનને ગરમ વસ્ત્રો(બેર સ્યુટ)માં રેપ કરીને રાખ્યો હતો.પાપારાઝી ફોટોગ્રાફરોએ સાનિયાની તસ્વીરી ઝલક લીધી હતી જે સોશિયલ મીડીયામાં વાઇરલ થઇ હતી.

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના ઘરે 30 ઓક્ટોબર 2018ના રોજ દીકરાનો જન્મ થયો હતો. જેનું નામ તેમણે ઈઝાન રાખ્યું હતું. આ નામનો અરેબિકમાં અર્થ થાય છે ભગવાનની ગિફ્ટ. સાનિયા અને શોએબનું માનવું છે કે પહેલું નામ ભગવાનના આશીર્વાદ હોય છે. તેમના માટે દીકરો એ ભગવાનની ભેટ છે.

શોએબ અને સાનિયાએ હૈદરાબાદી રિવાજથી 12 એપ્રિલ, 2010ના રોજ લગ્ન કર્યાં હતાં.સાનિયા હાલ પારિવારિક જિંદગીનો આનંદ ઉઠાવી રહી છે. નોંધનીય છે કે જ્યારે સાનિયા મિર્ઝાના ઘરે દીકરાનો જન્મ થયો ત્યારે ઘણાં બોલિવૂડ સેલેબ્સે તેને શુભેચ્છા પાઠવી હતી.



