Business News: દર મહિને આર્થિક પરિવર્તન થતું જ હોય જ છે, જે લોકોના માસિક ખર્ચ (Monthly Budget)ને પ્રભાવિત કરે છે. માર્ચ 2026 થી પણ અનેક નિયમોમાં મહત્વપૂર્ણ પરિવર્તનો (Rule Change) થવા જઈ રહ્યાં છે, જેમાં એલપીજી ગેસ થી માંડીને રેલવે ટિકિટ સંબંધી નિયમો સામેલ છે.
1 માર્ચથી બદલાતા નિયમો (Rule Change) ઘરના બજેટ પર કરશે અસર
આ બદલાતા નિયમો તમારા ખિસ્સાને ડાયરેક્ટ અસર પહોંચાડી શકે છે. તો આવો જાણીએ કે આવનારા મહિનાથી કયા-કયા નિયમો બદલાઇ રહ્યાં છે?

એલપીજી ગેસ સિલિન્ડર
આ મહિનાની શરુઆતમાં એલપીજીના ભાવ (LPG Rates) બદલાઇ શકે છે. છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પરિવર્તન આવ્યું છે. રસોઈ માટેના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ હજુ પણ સ્થિર છે. ગયા મહિનામાં કંપનીઓએ 19 કિલો વાળા સિલિન્ડરની કિંમતમાં લગભગ 49 રુપિયાનો વધારો કર્યો હતો. આ મહિને પણ એ બદલાવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
રેલવે ટિકિટ
1 માર્ચ 2026 થી જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ બુકિંગના નિયમો (Railway Ticket Booking Rule) બદલાવા જઇ રહ્યા છે. હવે ભારતીય રેલવેનું જૂનું એપ 1 લી માર્ચથી બંધ થઇ શકે છે. એના સ્થાને હવે નવું એપ પૂર્ણ રીતે એક્ટિવ થઇ જશે. આ નવી એપ્લિકેશન પર જનરલ ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અને સ્થાનિક યાત્રા સંબંધિત તમામ જાણકારી ઉપલબ્ધ હશે.

સિમ બાઇડિંગનો નિયમ
સરકાર ડિજિટલ ફ્રોડ (Digital Fraud)ને રોકવા માટે 1 માર્ચથી સિમ બાઇડિંગ નો નવો નિયમ (SIM Binding Rule) લાગુ કરવા જઇ રહી છે. આ નિયમ અંતર્ગત, તમારું WhatsApp, Telegram અને Signal જેવા એપ્સ હવે સીધા જ તમારા સિમ સાથે લિંક રહેશે! જો તમે પોતાના ફોનમાંથી સિમને કાઢી લેશો તો આ એપ્સ તરત જ કામ કરવાનું બંધ કરી દેશે! તમે વાઈ-ફાઈ અથવા તો કોઈ અન્ય નેટવર્ક ના માધ્યમથી પણ આ એપ્સને સિમ વિના ઓપરેટ નહિં કરી શકો!
UPI પેમેન્ટ
1 માર્ચથી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવશે. મોટી રકમની ઓનલાઇન ટ્રાન્સફર હવે ફક્ત UPI PIN થી જ નહિં થાય પણ બેંક હાઈ-વેલ્યૂ ટ્રાન્ઝેક્શન માટે વધારાની બોયોમેટ્રિક્સ અથવા મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિફિકેશન અનિવાર્ય બનાવવાનું અમલી બનવા જઇ રહ્યું છે.

મિનિમમ બેલેન્સનો નિયમ
દેશની મોટી સરકારી બેંકો 1 માર્ચથી મિનિમમ બેલેન્સ (Minimum Balance Rule) અંગેનું પરિવર્તન લાવવા જઇ રહી છે. અગાઉ કોઇ એક દિવસ બેંક એકાઉન્ટમાં બેલેન્સ ઓછું હોવા પર પેનલ્ટી લાગુ પડતી હતી પરંતુ હવે મન્થલી બેલેન્સના આધારે પેનલ્ટી લગાવવામાં આવશે.
CNG, PNG અને ATF ના ભાવ
પેટ્રોલ ડિસ્ટ્રીબ્યુટર કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે વિમાનોમાં વપરાતા એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની સાથે-સાથે સીએનજી (CNG) અને પીએનજી (PNG)ના ભાવ પણ બદલતી જોવા મળે છે. હવે આશા છે કે, 1 માર્ચથી આ નિયમોમાં પરિવર્તન આવી શકે છે.
આ પણ વાંચો: શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે’! સેન્સેક્સ 1000 પોઇન્ટ ગગડ્યો, રોકાણકારોના 5.5 લાખ કરોડ ડૂબ્યા
આ પણ વાંચો: બંધ પડેલા PF ખાતાની રકમ હવે મળશે પાછી: સરકારનો મોટો નિર્ણય
આ પણ વાંચો: 8 મા વેતન આયોગમાં મળશે 5 પ્રમોશન….સેલરીથી માંડીને ઇન્ક્રીમેન્ટ સુધીનું આ મોટું અપડેટ..!
