Rajula News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે રાજ્યમાં તળિયાના સ્તરે ચૂંટણીપ્રચાર વેગ પકડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજુલા-જાફરાબાદના ચૂંટણી પ્રચારમાં ધારાસભ્ય હીરા સોલંકીએ હુંકાર કર્યો છે. તેમણે અસામાજિક તત્વોને બરોબરનો પડકાર ફેંક્યો છે. સ્થાનિક લોકોને જણાવ્યું છે કે કંઇપણ તકલીફ હોય અને કોઈપણ હેરાનગતિ હોય અને કોઈ હેરાન કરે તો અમને જણાવજો અડધી રાતે ગાડીઓનો કાફલો લઈને આવી જઇશું.
આમ તેમણે દાદાગીર કરનારાઓને ચેતવણી આપી તેનો વિડીયો વાઇરલ થયો છે. તેમના આ વાઇરલ થયેલા વિડીયોએ રાજકીય વાતાવરણમાં ગરમી લાવી દીધી છે. તેમણે આ સાથે અસામાજિક તત્વોને ચેતવણી જારી કરી છે કે જો કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી છે તો તેમની ખેર નથી. રાજુલા-જાફરાબાદમાં કાયદા વિરોધનું કોઈપણ પ્રકારનું કૃત્ય સહન કરવામાં નહીં આવે.
તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજુલા-જાફરાબાદમાં કોઈએ દાદાગીરી કરી તો તેનું આવી બન્યું સમજજો. લોકોને કોઈપણ તકલીફ પડવી ન જોઈએ. લોકશાહીનો મહિમાં છે, લોકો મુક્ત રહેવા જોઈએ, તેમને કોઈ ડરાવી જવું જોઈએ નહીં કે ધમકાવી જવું જોઈએ નહીં. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી આવે એટલે ઉમેદવારોને તો ઠીક લોકો મતદારોને પણ ડરાવવા નીકળી પડતા હોય છે. મારે ફક્ત એટલું જ કહેવાનું છે કે મતદારોને જો કોઈ ડરાવવા આવે તો અમારો સંપર્ક સાધવો. કોઈપણ અસામાજિક તત્વ કે ડર ફેલાવનારાઓના તાબે થવું નહી. કોઈ તકલીફ ઊભી કરે તો અમને ફોન કરવો, અમે મદદ કરવા અડધી રાત્રે આવવા તૈયાર છીએ.
આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા
આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ
