અમદાવાદમાં કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. સામાન્ય જનતાથી લઈને નેતા ,અભિનેતા , પોલીસ જવાનો તેમજ હોસ્ટિપલના સ્ટાફના લોકો કોરોનાના બીજા તબક્કાના સંક્રમણમાં ફસાઈ રહ્યા છે. ઘણા લોકોને સિંટમ્સ સાથેનું કોરોના થઇ રહ્યું છે જેના કારણે ફરીથી શહેરોના હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે.
તાજેતરની જો વાત કરવામાં આવે તો અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં કોંગેસના તરફથી ચૂંટાઈને આવેલા કાઉન્સિલર રફીક ભાઈ શેઠજીને કોરોના થતા તેમણે પોતાના શરીરની કાળજી રાખવા માટે જાતે હોમ ક્વોરેન્ટાઇન થઇ ગયા હતા. તેમની સાથે જેટલા પણ લોકો સંપર્કમાં હતા તેમણે પણ વહેમને દૂર કરાવવા માટે કોરોનાંનું ટેસ્ટ કારવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બહેરામપુરા વિસ્તારમાં કાઉન્સિલરનું પદ ધરાવતા અને કૉંગેસમાં કદાવર નેતાની છાપ ધરાવતા નેતા બદરૂદીન શેખનું પણ ગયા વર્ષે કોરોનાંને કારણે દુઃખદ અવસાન થયું હતું. એટલુંજ નહિ, અગાઉ યુસુફ અજમેરીનું પણ દુઃખદ અવસાન થઇ ગયું હતું, જોકે તેમનું નિધન થવાનું કારણ કોરોના ન હતું. કુદરતી રીતે તેમનું મોત નીપજ્યું હતું.
બહેરામપુરાની જનતાએ અગાઉ બે કાઉન્સિલર ગુમાવ્યા છે અને હવે ફરીથી નવા ચૂંટાઈને આવેલા કોંગેસના કાઉન્સિલરને કોરોના સંક્ર્મણ થતા વિસ્તારના સ્થાનિકોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર વિસ્તારમાં તેમની માટે પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે.
