Not Set/ અમદાવાદ/ લોડીંગ રીક્ષામાં નવી તરકીબથી દારૂ છુપાવી કરાતી હેરાફેરીનું રેકેટ ઝડપાયું

દારૂની હેરાફેરી કરતા ઈસમો પોલીસને હવાલે નવી તરકીબ સાથે દારૂની હેરાફેરી કરતું રેકેટ ઝડપાયું બે શખ્સોને દારૂ ભરેલ લોડીંગ રીક્ષા સાથે ઝડપ્યા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હાલમાં જ પોલીસે નવીનતમ મોડ્સ ઓપરેન્ડી સાથે દારૂની હેરાફેરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. જે એ વસ્તુ પણ સુચવે છે કે ગુનેગારો કેટલા પણ સાતીર હોય પોલીસ સામે […]

Ahmedabad Gujarat
  • દારૂની હેરાફેરી કરતા ઈસમો પોલીસને હવાલે
  • નવી તરકીબ સાથે દારૂની હેરાફેરી કરતું રેકેટ ઝડપાયું
  • બે શખ્સોને દારૂ ભરેલ લોડીંગ રીક્ષા સાથે ઝડપ્યા
  • પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ

હાલમાં જ પોલીસે નવીનતમ મોડ્સ ઓપરેન્ડી સાથે દારૂની હેરાફેરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. જે એ વસ્તુ પણ સુચવે છે કે ગુનેગારો કેટલા પણ સાતીર હોય પોલીસ સામે એકેની પણ ચાલતી નથી અને તેઓ ઝડપાઇ જતા હોય છે.

અમદાવાદમાં કહેવાતી દારૂ બંધી વચ્ચે પોલીસ દારૂની હેરાફેરી કરતા લોકોને ઝડપવાની કાર્યવાહી કરી રહી છે, ત્યારે રામોલ પોલીસે એક નવી તરકીબ સાથે દારૂની હેરાફેરી કરતું રેકેટ ઝડપ્યું છે. જેમાં રામોલ પોલીસે બે શખ્સોને ઝડપી દારૂ ભરેલ લોડીંગ રીક્ષા સહીતઝડપી પડ્યા છે. પાલીસે મુદ્દામાલ ઝડપી આગળની કાર્વાહી હાથ ધરી હતી.

દારૂ બંધી વચ્ચે પોલીસ દારૂની હેરાફેરી કરતા લોકોને ઝડપી કાર્યવાહી કરી રહી છે,  ત્યાં બીજી તરફ દારૂની હેરાફેરી કરતા લોકો પણ દારૂ હેરાફેરીને લઈને નીત અવનવા નુસખા અજમાવી રહ્યા છે. આવી જ રીતે રામોલ પોલીસે એક નવી તરકીબ સાથે દારૂની હેરાફેરી કરતું રેકેટ ઝડપ્યું છે.  જેમાં રામોલ પોલીસે બે શખ્સોને ઝડપી દારૂ ભરેલ લોડીંગ રીક્ષા સહીત નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.

રામોલ પોલીસ ગિરફતમાં રહેલ  તોસિફ કલાલ અને ઇનાયત જેસડીયા બંને નિત નવી તરકીબ સાથે દારૂની હેરાફેરી કરે છે.  આ બંનેની રામોલ પોલીસે દારૂની હેરાફેરી કરવાના ગુનામાં ધરપકડ કરી છે. રામોલ પોલીસને બાતમી મળી હતી કે,  કડી તરફથી એક લોડિંગ રિક્ષામાં દારૂ ભરીને CTM તરફ લઈ જવાય રહ્યો છે.

જેના આધારે પોલીસે એક ટિમ વોચમાં રાખી અને શકમંદ લોડિંગ રિક્ષાને ઝડપી પાડી હતી. પ્રથમ નજરે લોડિંગ રીક્ષા ખાલી જણાઈ આવતા પોલીસ ખાલી હાથ પરત ફરશે તેમ લાગ્યું હતું. પણ જ્યારે લોડિંગ રિક્ષાની બોડી જોઈ ત્યારે ખ્યાલ આવ્યો કે લોડિંગ રીક્ષા અંદર ચોર ખાના બનાવવામાં આવ્યા છે.  જે ખોલીને જોતા અંદરથી 151 દારૂની બોટલ મળી આવી હતી.

બોટલ અને લોડિંગ રીક્ષા સાથે પોલીસે બંને ને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.  તો વધુ તપાસમાં બંને એ કબુલ્યું હતુકે, દારૂ રાજસ્થાનથી કડી લાવ્યા બાદ કડીથી અલગ અલગ શહેરમાં મોકલતા હતા.  જે અંગે પણ રામોલ પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.