પ્રિન્સ હેરી અને મેગન માર્કેલે શાહી જીવન જીવવાનું છોડી દેવાનું નક્કી કર્યું છે, તેઓ બંને હવે સામાન્ય જીવન જીવવા માંગે છે. લગ્ન પછી, પ્રિન્સ હેરી અને મેગન મર્કેલને ડ્યુક અને ડચેસ ઓફ સકસેસ ટાઇટલથી નવાજવામાં આવ્યા હતા. પરંતુ બંનેના આ નિર્ણયથી બ્રિટનનો રાજવી પરિવાર ચિંતામાં આવી ગયો છે.
Prince Harry, Meghan to step back as 'senior members' of royal family
Read @ANI Story | https://t.co/1z4gm9YW8J pic.twitter.com/pHZtUpl1tK
— ANI Digital (@ani_digital) January 8, 2020
બ્રિટનના શાહી પરિવારના સભ્યો પ્રિન્સ હેરી અને મેગને સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને બધાને આશ્ચર્યચકિત કરી મુક્યા છે. પ્રિન્સ હેરી અને મેગન માર્કેલે શાહી પદ છોડવાનો નિર્ણય લીધો છે. હવે તેઓ આત્મનિર્ભર બનીને સરળ જીવન જીવવા માંગે છે.
પ્રિન્સ હેરી અને મેગને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી કે, ‘હવે અમે રાણી એલિઝાબેથ, કોમનવેલ્થ અને સહાયકો પ્રત્યેની ફરજ બજાવતા ચાલુ રહીને યુનાઇટેડ કિંગડમ અને ઉત્તર અમેરિકા વચ્ચે અમારો સમય ગાળવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે અલગ થઈ રહ્યા છીએ, પરંતુ રાણીનો હંમેશાં અમારો ટેકો રહેશે.
https://www.instagram.com/p/B7EaGS_Jpb9/?utm_source=ig_embed
ઉલ્લેખનીય છે કે હેરી અને મેગનના લગ્ન મે 2018 માં થયા હતા અને મે 2019 માં તેમને એક પુત્ર થયો. હેરી અને મેગન બંનેએ કેટલાક બ્રિટીશ અખબારો દ્વારા તેમના પુત્રના જન્મ સમયે તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું તેના કારણે સંબંધો તણાવ પૂર્ણ છે. હેરી અને મેગને કહ્યું કે બંને એક સાથે ચેરિટી ખોલવાની તૈયારી કરી રહ્યા છે અને આર્થિક રીતે સ્વતંત્ર થવાની દિશામાં કામ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
