World News/ વિશ્વભરના નેતાઓએ પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

વિશ્વભરના નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

World
Leaders from all over congratulated PM Modi

દુબઈના બુર્જ ખલીફાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર તેમની છબીઓથી રોશની કરવામાં આવી હતી. વિશ્વની સૌથી ઊંચી ઇમારત પર મોદીનું તસ્વીરોથી અને અભિનંદન સંદેશાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના મજબૂત સંબંધોને પ્રતિબિંબિત કરે છે.

વિશ્વભરના નેતાઓએ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી
યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા વડા પ્રધાન મોદીને શુભેચ્છા પાઠવી હતી. UAE ના રાષ્ટ્રપતિએ તેમની પોસ્ટમાં કહ્યું.”નરેન્દ્ર મોદીને તમારા જન્મદિવસ પર હાર્દિક અભિનંદન. હું તમને સારા સ્વાસ્થ્ય અને ખુશીઓ અને ભારતની પ્રગતિ અને તેના લોકોની સમૃદ્ધિને આગળ વધારવામાં તમારી સતત સફળતાની ઇચ્છા કરું છું,”

પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર દુનિયાભરમાંથી શુભેચ્છાઓ આવી હતી. આજે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે પણ પ્રધાનમંત્રી મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે X પર લખ્યું, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તમારા 75મા જન્મદિવસ પર તમને હાર્દિક શુભકામનાઓ! તમને ઘણા બધા આશીર્વાદ. હું તમારા નેતૃત્વથી ખૂબ પ્રભાવિત છું. આ ખાસ દિવસે પણ, તમે ભારતમાં મહિલાઓના સ્વાસ્થ્યને પ્રોત્સાહન અને રક્ષણ આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી રહ્યા છો.”
______________________________________________________________________________________________________

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એક દેશ પર હુમલોએ બંને પર હુમલો ગણાશે, સાઉદી-પાકિસ્તાન સંરક્ષણ કરારમાં દાવો કે પરમાણુ હથિયારો સામેલ…….

 આ પણ વાંચો:કોના આદેશ પર આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પહોચ્યી પાકિસ્તાની સેના?

 આ પણ વાંચો:ટ્રમ્પનો સ્વર બદલાયો,’મોદી અને હું હંમેશા મિત્રો રહીશું’, PM મોદીએ કરી પોસ્ટ