Not Set/ ‘સ્પેનિશ ફ્લું’ના રસ્તે ‘કોરોના’ વાયરસ, થઇ શકે છે ‘ઇતિહાસ’નું પુનરાવર્તન

દેશભરમાં કોવિડ-૧૯નું વધુ રહેલું સંક્રમણ ખુબ જ ચિંતાજનક છે. ઓછામાં ઓછા ૧૧ રાજ્યોમાં સંક્રમણની રફ્તાર ખુબ તેજ છે. અને બીજા રાજયોમાં પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે. દેશમાં હાલ આવેલા આંકડાઓ ૧૧ ઓક્ટોમ્બર ૨૦૨૦ પછીના સૌથી વધારે છે. વાત એકદમ સ્પષ્ટ છે કે હવે કોરોના બીજી લહેરમાંથી પસાર થઇ રહયો છે. સંક્રમણની આ […]

Mantavya Exclusive World

દેશભરમાં કોવિડ-૧૯નું વધુ રહેલું સંક્રમણ ખુબ જ ચિંતાજનક છે. ઓછામાં ઓછા ૧૧ રાજ્યોમાં સંક્રમણની રફ્તાર ખુબ તેજ છે. અને બીજા રાજયોમાં પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે. દેશમાં હાલ આવેલા આંકડાઓ ૧૧ ઓક્ટોમ્બર ૨૦૨૦ પછીના સૌથી વધારે છે. વાત એકદમ સ્પષ્ટ છે કે હવે કોરોના બીજી લહેરમાંથી પસાર થઇ રહયો છે. સંક્રમણની આ સ્થિતી એક સદી પહેલાં આવેલા સ્પેનિશ ફ્લુની યાદ અપાવી રહી છે. જેની ગણના અત્યાર સુધીની સૌથી ઘાતક વૈશ્વિક મહામારીઓમાં થાય છે.

વર્ષ ૧૯૧૮માં જ્યારે પહેલાં વિશ્વ યુદ્ધનો અંત થઇ રહ્યો હતો. ત્યારે સ્પેનિશ ફ્લુએ પશ્ચિમથી આખી દુનિયામાં ફેલાઇ ગયો હતો. લગભગ વિશ્વની ત્રીજા ભાગ જેટલી વસ્તિનું અકાળે મોત થયુ હતું. એપ્રિલ-મે મહિનામાં આ મહામારી ઝડપથી બ્રિટન.,ફ્રાંસ.,સ્પેન અને ઇટલીમાં ફેલાઇ હતી. જેમાં મૃત્યુ દર સામાન્ય સિજનલ ફ્લું ની જેમ જ હતો. પણ ઓગસ્ટના મહિનામાં જ્યારે તેની બીજી લહેર આવી તો તે તેનાથી પણ વધારે ઘાતક સાબિત થઇ. સ્પેનિશ ફ્લુંની બીજી લહેરમાં યુવાનો પણ સંક્રમિત થયા અને બે મહિનામાં મૃત્યુ દર આસમાને પહોચી ગયો.

આ બિમારીથી ભારત પણ બાકાત ન રહ્યું. ભારતની લગભગ છ ટકા વસ્તિ સ્પેનિશ ફ્લુંના લીધે બે મોત મરી ગઇ. ભારતમાં પણ વૈશ્વિક ટ્રેંડ પ્રમાણે ૧૯૧૮માં ઉનાળાની ગરમીમાં આ મહામારી ઓછી ઘાતક હતી. પણ જેવી શિયાળાની શરૂઆત થઇ તો આ મહામારી વધારે ઘાતક બની ગઇ. લગભગ બે વર્ષ સુધી સ્પેનિશ ફ્લુંએ આખી દુનિયાને પરેશાન કરી હતી. અને એટલા માટે કોવિડ-૧૯ પણ લાંબો ખેચાય તેવી શક્યતા છે. અને ભારત સહીત કેટલાય દેશોમાં આવા દ્રશ્યો જોવા પણ મળી રહ્યા છે.

બરાબર સો વર્ષ પહેલાં ૧૯૧૮-૧૯માં સ્પેનિશ ફ્લુએ દુનિયામાં તબાહી મચાવી હતી. તે સમયે આ મહામારીથી ભારતમાં લગભગ દોઢ કરોડ લોકોના મોત થયા હતા. જે ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં છ ટકા હતા. H1N1 વાયરસના લીધે ફેલાયેલી આ મહામારીમાં પચાસ કરોડ લોકો પ્રભાવિત થયા હતા. અને દુનિયામાં પાંચ કરોડ લોકોના જીવ ગયા હતા. પહેલીવાર અમેરીકામાં ૧૯૧૮માં એક સૈનિકમાં આ વાયરસની ઓળખાણ થઇ હતી. અને અમેરીકામાં જ સંક્રમિત થયેલા ૬.૭પ લાખ લોકોના તેનાથી મોત થયા હતા. દુનિયામાં આ બિમારીની શરૂઆત જાન્યુઆરી ૧૯૧૮માં થઇ હતી. પણ ભારતમાં આ બિમારી ૨૯ મે ૧૯૧૮માં પ્રવેશી હતી. જ્યારે પહેલાં વિશ્વ યુદ્ધથી પરત ફરેલા ભારતીય સૈનિકોનું જહાજ મુંબઇ બંદર પર લાગ્યુ હતું. ૧૦ જૂન ૧૯૧૮ના દિવસે બંદર પર તૈનાત સાત સૈનિકોને શરદીની ફરિયાદ પર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ભારતમાં આ સ્પેનિશ ફ્લુંનો પહેલો કિસ્સો હતો. ભારતમાં રેલ્વેમાં યાત્રા કરવા વાળા મુસાફરોને લીધે આ બિમારી મુંબઇથી દેશના બીજા ભાગોમાં પણ ફેલાઇ ગઇ. કોઇને અંદાજો ન હતો પણ સ્પેનિશ ફ્લું એટલો જબરજસ્ત હતો કે ટ્રેનમાં સવાર થતા સ્વસ્થ લોકોની હાલત સ્ટેશન પહોચતાં ગંભીર બની જતી હતી.

આ બિમારીએ દુનિયાભરમાંથી પાંચ કરોડ લોકોના જીવ લઇ લીધા. જે બીજા વિશ્વયુદ્ધમાં થયેલા કુલ મોતની સંખ્યા કરતાં વધારે છે. ભારતમાં તેનાથી ૧.૨૦ કરોડ લોકોના મોત થયા હતા. ભારતમાં હાલત એટલા માટે વધારે ખરાબ થઇ કારણ કે તે સમયે અહી દુષ્કાળ પડ્યો હતો. જેનાથી લોકોની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઇ ચૂકી હતી. તે સમયે ભારતમાં આર્થિક વિકાસ શૂન્યથી ઘણો નિચે માઇનસ ૧૦.૮ સુધી પહોચી ગયો હતો. શરૂઆતમાં આ બિમારીને દુનિયાભરની સરકારોએ એટલા માટે છુપાવી કારણ કે તેમને લાગતુ હતું કે આ મોરચા પર લડનારા સૈનિકોનું મનોબળ તૂટી જશે.

સૌથી પહેલાં સ્પેને આ બિમારીના અસ્તિત્વનો સ્વિકાર કર્યો. અને એટલા માટે આ બિમારીનું નામ સ્પેનિશ ફ્લુ પડી ગયું. આ બિમારીમાં સૌથી વધારે અસર દર્દીઓને ફેફસા થતી હતી. તેનાથી અસહ્ય ખાંસી થઇ જતી હતી. અને કયારેક નાક અને કાનમાંથી લોહી નિકળવા લાગતુ હતું. શરીરમાં ભયંકર દર્દૃ થતું હતું. ભારતમાં માર્ચ ૧૯૨૦ સુધીમાં નિયંત્રણ મેળવી શકાયુ હતું. જ્યારે દુનિયાભરમાં ડિસેમ્બર ૧૯૨૦ સુધીમાં તેનો ખાત્મો બોલાવી શકાયો.