Ambaji News/ અંબાજી પાસે અકસ્માત: કૌશિક જૈન અને મેયર હિતેશ બારોટે 3 યુવાનોની કરી મદદ

અંબાજી દર્શને જતા કૌશિક જૈન અને મેયર હિતેશ બારોટ સહિતના મિત્રોએ અકસ્માતગ્રસ્ત (Ambaji Accident) ત્રણ યુવાનોની 108 આવે ત્યાં સુધી મદદ કરી.

Top Stories Gujarat Others Breaking News
Ambaji Accident: મેયર હિતેશ બારોટ સહિત મિત્રોએ બચાવ કામગીરીમાં કરી મદદ

Ambaji News: અંબાજી દર્શન માટે જઈ રહેલા પૂનમના મિત્રો કૌશિક જૈન અને મેયર હિતેશ બારોટ સહિતના લોકોની માનવતાભરી કામગીરી સામે આવી છે. અંબાજીના નાકા પાસે મયુર દ્વાર નજીક ઓવરસ્પીડના કારણે ત્રણ યુવાનોને અકસ્માત (Ambaji Accident) નડ્યો હતો.

અકસ્માતની ઘટના નજરે પડતાં દર્શને જઈ રહેલા કૌશિક જૈન, મેયર હિતેશ બારોટ સહિતના મિત્રોએ તાત્કાલિક પોતાનું વાહન રોકી દીધું હતું. અકસ્માત (Ambaji Accident)માં ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય યુવાનોને મદદ મળી રહે તે માટે તેમણે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

108 એમ્બ્યુલન્સ પહોંચે ત્યાં સુધી તેઓ અકસ્માતગ્રસ્ત યુવાનોની મદદ માટે સ્થળ પર જ રોકાયા હતા. સાથે જ ઇજાગ્રસ્તોના સ્વજનોને ઘટનાની જાણ કરી તેમને સ્થળ પર બોલાવ્યા હતા.

ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ પહોંચતા ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. કૌશિક જૈન અને મેયર હિતેશ બારોટે તેમના સ્વજનોને પણ એમ્બ્યુલન્સ સાથે મોકલવાની વ્યવસ્થા કરી હતી.

અકસ્માન સમયે રસ્તા પરથી પસાર થતાં લોકો ઘણીવાર વીડિયો બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે, ત્યારે અહીં અકસ્માતગ્રસ્ત યુવાનોની મદદ માટે રોકાઈને 108 આવે ત્યાં સુધી રાહ જોવાની અને તેમના પરિવારજનોને જાણ કરવાની કામગીરી માનવતાનું ઉદાહરણ બની છે.


આ પણ વાંચો:ગોધરા નજીક ઈન્દોર-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેલરે બાઈકને કચડતાં એક ભાઈનું મોત

આ પણ વાંચો:જાફરાબાદમાં અકસ્માતનો કહેર! નાગેશ્રી-ચૌત્રા રોડ પર 2 યુવકના મોત

આ પણ વાંચો:ટેસ્ટ ડ્રાઇવમાં સિંગરે મર્સિડીઝને મારી ટક્કર, CCTVમાં અકસ્માત કેદ